ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.22
સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા ના રૂૂટ પર વિવિધ સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણા થી સ્વાગત કરાશે અને રાજમાર્ગો પર કેસરી ઝંડા સાથે કાર અને બાઇક સવારો જોડાશે ધર્મ પ્રેમી જનતાએ આ ભવ્ય શોભાયાત્રા માં જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શહેરના ગુંદળારોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, આંબેડકર ચોકથી તરકોશી હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થશે.
જ્યાં બપોરે 12 વાગ્યે મહા આરતી અને સમૂહ મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા ના રૂૂટ પર ધજા, ઝંડી, બેનર, મંડપ કમાન થી શુશોભીત કરવામાં આવી છે.
આ તકે ગોંડલ રામજી મંદિર ના મહંતશ્રી જયરામદાસ બાપુ, ચંદુબાપુ (મામાદેવ મંદિર ગોંડલ), સીતારામ બાપુ (વડવાળાની જગ્યા ગોંડલ), રાજુબાપુ (તરકોશી હનુમાનજી મંદિર ગોંડલ), ડો રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્ર્વરી મંદિર ગોંડલ), અતુલ બાપુ (નૃસિંહ મંદિર ગોંડલ), સરજુ સ્વામી (સ્વામીનારાયણ મંદિર નાની બજાર ગોંડલ), ચંદુબાપુ (અન્નક્ષેત્ર વાળા ગોંડલ), શ્રી હરિ સ્વામી(કષ્ટભંજન મંદિર ભોજપરા હાઇવે), ચંદુભાઈ પટેલ (ગાયત્રી પરિવાર ગોંડલ), શામળદાસજી બાપુ (દાસીજીવણ સાહેબ ગોંડલ), રામદાસ બાપુ (લાલદાસબાપૂ અન્નક્ષેત્ર ગોંડલ), રમેશાનંદગીરી બાપુ ખેતરવાળા મેલડી માતાજી ગોંડલ) તથા બાલકદાસ બાપુ (ભુવાબાવા ચોરો ગોંડલ) વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે.