ઓક્ટોબર 17, 2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળનું વિશાળ પુનર્ગઠન જાહેર કર્યું – જે રાજકીય રીતે માત્ર એક રીશફલ નહીં, પણ સ્પષ્ટ સંદેશ સમાન છે. આવનાર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે એક નવી ટીમ, નવી છબી અને નવી ઉર્જા રજૂ કરી છે. આ ફેરફાર ગુજરાતની રાજનીતિમાં નવી દિશા સૂચવે છે.
નવી રચના: મિશ્રણની રણનીતિ
નવા મંત્રીમંડળમાં કુલ 26 સભ્યોનો સમાવેશ છે (મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે).આ વિસ્તરણમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે જૂના મંત્રીઓમાંથી માત્ર 6ને પુન:નિયુક્ત કરાયા છે – જેમાં ઋષિકેશ પટેલ, કુંવરજીબહાદુર બાવળિયા, પરસોત્તમ સોલંકી, પ્રફુલ પનશેરિયા, કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવી જેવા નામો સામેલ છે.
સામાજિક અને પ્રાદેશિક
- Advertisement -
સમીકરણ: સંતુલનની કળા
ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિવાર સંતુલન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે, અને આ વખતે પણ એ સંતુલન બરાબર સંભાળવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં પાટીદાર 6, ઘઇઈ 8, જઈ 3 અને જઝ 4 મંત્રીઓ છે, જેમાં ત્રણ મહિલા મંત્રીઓ – રીવાબા જાડેજા, દર્શના વાઘેલા અને મનીષા વાકીલ – સમાવેશ છે, જે લિંગ સમાનતાનું સંકેત આપે છે. જ્ઞાતિગત સંતુલન માત્ર ગણિત નથી, પરંતુ રાજકીય મેસેજિંગ છે – બધા સમાજને સ્થાન મળશે. ખાસ કરીને પાટીદાર અને ઘઇઈ સમુદાયોને પૂરતું પ્રતિનિધિત્વ આપીને ભાજપે પોતાનું મુખ્ય મતબેંક મજબૂત કરવાનો સંકેત આપ્યો છે. પ્રાદેશિક રીતે મંત્રીઓ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી પસંદ કરવામાં આવ્યા છે, જે સમગ્ર રાજ્યના વિસ્તારોનું સમતોલ પ્રતિનિધિત્વ અને પ્રદેશીય નારાજગીને નરમ પાડવાનો પ્રયાસ દર્શાવે છે.
હર્ષ સંઘવી: નવી પેઢીનો ઉજ્જવળ સૂર્ય
આ રીશફલમાં સૌથી મોટો રાજકીય સંદેશ હર્ષ સંઘવીને ઉપમુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવાનો છે. યુવા, ઉર્જાશીલ અને લોકપ્રિય છબી ધરાવતા હર્ષ સંઘવીને આ હોદ્દો આપવો એ પેઢી પરિવર્તનનો સંકેત પણ છે. ભાજપના હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલ સાથે સંઘવીને ડબલ લીડરશિપ મોડેલમાં રજૂ કરીને ટીમ ગુજરાતનું પ્રતીક રજૂ કર્યું છે. (સંઘવી ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ છે, જેમણે 2022માં 1 લાખથી વધુ મતોના તફાવતથી જીત મેળવી હતી.) જાહેર અસંતોષ, પ્રશાસકીય થાક અને જૂની ટીમ સામેના એન્ટી-ઈન્કમ્બન્સી ફેક્ટરને દૂર કરવા માટે પાર્ટીએ નવી શરૂઆતનો સંદેશ આપ્યો છે. નવા મંત્રીઓ સાથે યુવા ચહેરા, ક્ષેત્રીય પ્રતિભા અને તાજી રાજકીય ઊર્જા લાવવાનો પ્રયાસ દેખાય છે. જૂના નેતાઓને બહાર રાખીને વળી, કેટલીક અસરકારક વ્યક્તિઓને ફરી સ્થાન આપવાથી સંકેત મળે છે કે હાઈકમાન્ડ પોતાની લાઇન પર ચાલવા ઇચ્છે છે, તો સાથોસાથ આંતરિક સમાધાન જાળવવા માટે પણ સંવેદનશીલ છે.
અલબત્ત, આટલા મોટા પ્રમાણમાં નવા ચહેરાઓના આગમનથી કાર્યક્ષમતાના પ્રશ્નો ઉભા થઈ શકે છે. અનુભવનો અભાવ, વિભાગીય સંકલન અને નીતિ અમલીકરણના પડકારો સામે મુખ્યમંત્રીને ટીમને એકસૂત્રમાં બાંધવાની કસોટી રહેશે. તે સાથે, બહાર રહેલા જૂના મંત્રીઓની અસંતોષ પણ સમયાંતરે માથું ઉચકવાની શક્યતા છે.