By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    4 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    4 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    5 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    6 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    6 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    4 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી પત્રકારત્વ અને યલ્લો જર્નાલિઝમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ગુજરાતી પત્રકારત્વ અને યલ્લો જર્નાલિઝમ
AuthorBhavy Raval

ગુજરાતી પત્રકારત્વ અને યલ્લો જર્નાલિઝમ

Khaskhabar Editor
Last updated: 2021/07/24 at 2:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

– ભવ્ય રાવલ 

જોસેફ પુલિત્ઝર પોતાના અખબાર ધ ન્યૂયોર્ક વર્લ્ડમાં એક કાર્ટૂનિસ્ટ દ્વારા કાર્ટૂન સ્ટ્રિપ રજૂ કરતા હતા. આ કાર્ટૂન સ્ટ્રિપમાં યેલો કિડ – પીળું બાળક નામનું પાત્ર કેન્દ્રસ્થાને હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જોસેફ પુલિત્ઝરની કાર્ટૂન સ્ટ્રિપને ટક્કર મારવા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટે ન્યૂયોર્ક જર્નલ નામનું અખબાર શરૂ કર્યું, બંને અખબારો અને તંત્રીઓ વચ્ચે જોરદાર ટક્કર જામી, વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટે જોસેફ પુલિત્ઝરના કાર્ટૂનિસ્ટને પોતાના અખબારમાં ખેંચી કિડ કાર્ટૂન સ્ટ્રિપ પ્રગટ કરવા લાગ્યા, જોસેફ પુલિત્ઝર અને વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટની લડાઈ એ હદ સુધી પહોંચી કે તેણે પીળા પત્રકારત્વને જન્મ આપ્યો. પીળા પત્રકારત્વની શરૂઆત કરનાર મૂળ જોસેફ પુલિત્ઝર જ હતા જેણે પોતાના અખબારના વાંચકો વધારવા અને હરિફ અખબારોને પછાડવા એક રમત શરૂ કરેલી. જેના મુખ્ય શસ્ત્રો ભાવનાઓ ભડકાવનાર યલ્લો કાર્ટૂન અને અખબારના પ્રમુખ પાનાં પર મોટામોટા અક્ષરોમાં ઉશ્કેરણીજનક હેડલાઈન હતા. એ દિવસોમાં એટલે કે, 1890ની સાલમાં જોસેફ પુલિત્ઝરે પીળું પત્રકારત્વ કરી પોતાના અખબારની કોપીઓને 2.5 લાખ સુધી પહોચાડી દીધી હતી! નોંધનીય છે કે, જોસેફ પુલિત્ઝર અગાઉ કોઈએ પીળું પત્રકારત્વ કર્યું નહતું એવું નથી, પણ જોસેફ પુલિત્ઝરના સમયમાં પીળા પત્રકારત્વનો ખ્યાલ સ્પષ્ટ થયો અને જોસેફ પુલિત્ઝર યલ્લો જર્નાલિઝમના જનક કહેવાયા. ગુજરાતી પત્રકારત્વની બે સદીની લેખનયાત્રામાં જોસેફ પુલિત્ઝર અને યલ્લો જર્નાલિઝમનો ઉલ્લેખ કરવો પડે.

પત્રકારત્વજગતમાં વાંચકો, દર્શકો, શ્રોતાઓને પોતપોતાની તરફ આકર્ષવા વિવિધ મીડિયા માધ્યમો કે પત્રકારો અવનવી યુક્તિ-પ્રયુક્તિ અજમાવતા આવ્યા છે. સનસનાટી મચાવતી ખબરો દ્વારા લોકોનું ધ્યાન સતત પોતાની તરફ દોરવાની પ્રવૃત્તિ પીળું પત્રકારત્વ યાની યલ્લો જર્નાલિઝમ કહેવાય છે. યલ્લો જર્નાલિઝમની શરૂઆત પશ્ચિમના દેશોમાં થઈ. સમય જતા દરેક ભાષાના અમુક સમાચાર માધ્યમોએ યલ્લો જર્નાલિઝમ અપનાવ્યું છે, કર્યું છે, કરી રહ્યાં છે. ગુજરાતી પત્રકારત્વમાં યલ્લો જર્નાલિઝમ શબ્દનું ભાષાંતર કરી તેને પીળું પત્રકારત્વ કહેવાય છે. અહીં ખાસ યાદ રાખવું પડે કે, પશ્ચિમના દેશોમાં થતા યલ્લો જર્નાલિઝમનો અર્થ અલગ છે અને ગુજરાતી પત્રકારત્વમાં થતા પીળા પત્રકારત્વનો અર્થ અલગ છે. અહીં તો પીળું પત્રકારત્વ એટલે પૈસા પડાવવાનું હથિયાર એવું માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં પીળું પત્રકારત્વ એટલે વાંચકો, દર્શકો, શ્રોતા વધારવા થતું સનસનાટીભર્યું અને ઉશ્કેરણીજનક પત્રકારત્વ. અને અહીંનું પીળું પત્રકારત્વ એટલે કોઈના વિશેની અંગત જાણકારી મેળવી તેને બ્લેકમેઈલિંગ કરવું, પૈસા પડાવવા. કોઈના વિરુદ્ધ ખરાબ ખબરો પ્રસિદ્ધ કરવા અને ન કરવા માટે થતી પૈસાની લેતીદેતી. જાહેરખબરો માટે અપાતી ધાકધમકીઓ અને ચેતવણીઓ. મીડિયાહાઉસ કે મીડિયામેન દ્વારા ઉદ્યોગપતિ, ફિલ્મસ્ટાર, ક્રિકેટર, સરકારી અધિકારી અને રાજકારણી જેવી સેલિબ્રિટીઓ કે નાના-મોટા શહેરોના શ્રીમંત કે પૈસાદાર કે મોટા હોદ્દા પર રહેલી વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાતી રકમ પીળું પત્રકારત્વ છે.

- Advertisement -

આજે ગુજરાતી પત્રકારત્વ યલ્લો જર્નાલિઝમ એટલે કે પીળા પત્રકારત્વમાંથી બાકાત નથી. પીળું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વમાં ઉધઈનું જેમ પેસી ગયું છે અને પત્રકારત્વના સિદ્ધાંત, આદર્શ, મૂલ્યો અને નિષ્ઠાને ખતમ કરી રહ્યું છે. આજે ગુજરાતી પત્રકારત્વ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે એની પાછળનું એક મુખ્ય કારણ પીળું પત્રકારત્વ પણ છે. પીળું પત્રકારત્વ એવું પત્રકારત્વ છે જેના ઉપયોગ દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની બદનામી કરી શકાય છે, કોઈને પણ ડરાવી, ધમકાવી કે દબાવી શકાય છે. પત્રકારત્વ કે પત્રકારની કંપની પોતાના કર્તવ્યનું કતલ કરી કઈપણ છાપવા કે બોલવા તૈયાર થઈ જાય એ પણ પીળું પત્રકારત્વ જ છે. જાણી જોઈને બેજવાબદારીપૂર્વક કરવામાં આવેલા રિપોર્ટિંગને પણ પીળું પત્રકારત્વ કહેવામાં આવે છે. પીળું પત્રકારત્વ સાવધાની વિનાનું સનસનીખેજ હોય છે. એ ક્યારેક જોખમી અને જાનલેવા પણ સાબિત થતું હોય છે. અખબારો અને સામયિકો એટલે કે પ્રિન્ટ મીડિયાથી શરૂ થયેલુ યલ્લો જર્નાલિઝમ હવે સૌથી વધુ સમાચાર ચેનલો એટલે કે ડિજીટલ મીડિયામાં થાય છે. પ્રિન્ટ મીડિયા કરતા ડિજીટલ મીડિયા શક્તિશાળી માધ્યમ હોય યલ્લો જર્નાલિઝમ ડિજીટલ મીડિયામાં આસાનીથી થતું નિહાળી શકાય છે.

અખબારોમાં ખૂન, લૂંટ અને બળાત્કારની ઘટનાઓને પ્રાધાન્ય મળતા પીળા પત્રકારત્વનો જન્મ થયો. નિમ્નકક્ષાના પ્રેમ પ્રકરણો, નાનામોટા કૌભાંડો, જાણીતી વ્યક્તિઓના અંગત જીવનની સાચીખોટી બાબતો વગેરે જ્યારે અખબારોમાં અતિશ્યોક્તિ સાથે પ્રસિદ્ધ થવાનું શરૂ થયું ત્યારે યલ્લો જર્નાલિઝમ એટલે કે પીળું પત્રકારત્વ શરૂ થયું. ત્યારથી લઈ આજ સુધી તમામ સમાચાર માધ્યમોમાં આ પ્રકારનું પીળું પત્રકારત્વ જોવા મળે છે. પીળું પત્રકારત્વ થવાની સૌથી વધુ સંભાવના સંશોધનાત્મક પત્રકારત્વ અને સ્ટિંગ ઓપરેશનમાં છે. જોકે તમામ પત્રકારો કે પત્રકારત્વ સાથે સંકળાયેલ સંસ્થાઓ પીળું પત્રકારત્વ કરતી નથી, કેટલાંક ઈચ્છવા છતાં પણ પીળું પત્રકારત્વ કરી શકતા નથી. કટ્ટર હરીફાઈ વચ્ચે ક્યારેક આર્થિક રીતે પગભર રહેવા મીડિયાહાઉસ કે મીડિયામેનને પીળા પત્રકારત્વના શરણે થવું પડતું હોય છે. અંગત મત મુજબ પત્રકારત્વજગતમાં ઓછું વેતન અને વળતર પીળા પત્રકારત્વનું પ્રમુખ કારણ છે. પીળું પત્રકારત્વ કરવા હિંમત જોઈએ છીએ. પીળું પત્રકારત્વ અમીર પણ બનાવી શકે છે અને ખુવાર પણ કરી મૂકે છે.
પહેલાના સમયમાં એક મીડિયાહાઉસ અને બીજા મીડિયાહાઉસ વચ્ચે ઝડપથી સમાચારો મેળવવાની અને સૌથી પહેલા સમાચાર આપવાની હરીફાઈ થતી હતી.

અન્ય અખબારોમાં જે સમાચારો છે તે આપણા અખબારોમાં પણ હોવા જ જોઈએ તેવી અખબારોના માલિકો અને તંત્રીઓની માંગ રહેતી. હવે મીડિયાહાઉસ વચ્ચે જાહેરખબરોની હરીફાઈ ચાલે છે. એક મીડિયાહાઉસ પાસે જે ખબર હોય તે બીજા મીડિયાહાઉસ પાસે ન હોય તો ચાલે પરંતુ એક મીડિયાહાઉસ પાસે જે જાહેરખબર હોય તે બીજા મીડિયાહાઉસ પાસે ન હોય તો કેમ ચાલે? માલિકો અને તંત્રીઓની માંગ ખબર કરતા જાહેરખબર પર વધુ હોય છે ને આમાંથી જ પીળું પત્રકારત્વ જન્મે છે. હાલનાં સમયમાં પીળું પત્રકારત્વ કોને કહેવું? ક્યું ગણવું? તે સમજવું અને સમજાવવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ કરનારને ઓળખી શકાતા નથી. ક્યાં મીડિયાહાઉસ પીળું પત્રકારત્વ કરે છે તે સ્પષ્ટ કહી ન શકાય પણ હા, કેટલાંક મીડિયાહાઉસ કે મીડિયાહાઉસ સાથે સંકળાયેલા કેટલાય મીડિયામેન ચોક્ક્સથી ક્યારેકને ક્યારેક જાણતા-અજાણતા પીળું પત્રકારત્વ કરી બેસતા હોય છે. જૂના જમાનાના પત્રકારોને ભોજનમાં ઠંડી રોટલી, સૂકું શાક અને પાણી નસીબ થતા હતા ત્યારે આજે નવા જમાનાના ટૂંકા પગારની નોકરી કરતા પત્રકારો પાસે એશોઆરામના ક્યાં સાધનો નથી? શું પીળા પત્રકારત્વ વિના આ સુખસાહેબી શક્ય છે? આજે ગુજરાતી ભાષામાં ગણીગાંઠી પત્રકારત્વની સંસ્થાઓ અને પત્રકારો જ છે જે પીળા પત્રકારત્વથી દૂર છે.

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વની શરૂઆતથી લઈ આજ સુધીના બસો વર્ષોના ઈતિહાસમાં વિવિધ સમાચાર માધ્યમો દ્વારા બદનામી, બદનક્ષી, ધાકધમકીઓ, ચેતવણી અને ગાળાગાળીની ઘટનાઓ થતી આવી છે એટલે ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ હમણાથી જ આવ્યું છે એવું નથી. વળી, તે પ્રત્યક્ષ રીતે ક્યાંય જોવા મળ્યું હોય કે જાણમાં આવ્યું હોય એવું પણ નથી. એટલું ચોક્ક્સથી કહી શકાય કે, ગુજરાતી પત્રકારત્વમાં પીળું પત્રકારત્વ થાય છે જરૂર અને એ કરનારા પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો જ હોય છે. ગુજરાતી ભાષાના પ્રથમ અખબાર બાદ જેમજેમ અવનવા અખબારો આવતા ગયા તેમતેમ મીડિયાહાઉસની ગળાકાપ હરીફાઈ વચ્ચે પીળું પત્રકારત્વ આપોઆપ પ્રવેશી ગયું. ભારતનો પ્રથમ પત્રકાર જેમ્સ ઓગસ્ટસ હિકી પીળું પત્રકારત્વ કરતો હતો, અને છેવટે તેના પર અનેક મુકદ્દમા ચાલ્યા. જેલમાં જવું પડ્યું, નામદાર કોર્ટે ડિપોઝીટ માંગી તે આપી શકવા અસમર્થ હતો, તેને તડીપાર કરાયો અને ગુમનામીમાં મૃત્યુ પામ્યો. જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વમાં સો સારા કામ કર્યા પણ એક પીળા પત્રકારત્વને કારણે તેનું અંતિમ જીવન ખૂબ ખરાબ અવસ્થામાં પસાર થયું. ઈતિહાસ ખૂબ લાંબો છે. શરૂઆતથી લઈ આજ સુધી પત્રકારત્વજગતમાં પીળું પત્રકારત્વનો અંજામ આવો જ થતો આવ્યો છે, પીળું પત્રકારત્વ કરી ટૂંકી પ્રગતિ કરનારનું અંતે થાય છે મોટું પતન.

વધારો : જોસેફ પુલિત્ઝર પત્રકારત્વ અને સાહિત્યનું મૂલ્ય બરાબર સમજતા હતા. તેમણે અખબારના માધ્યમ થકી પત્રકારત્વ સાથે સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યું હતું. દુનિયામાં સૌ પ્રથમ પત્રકારત્વની કોલેજ શરૂ કરાવનાર જોસેફ પુલિત્ઝર હતા. જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વની કોલેજ શરૂ કરાવવા માટે 20 લાખ ડોલરનું દાન આપ્યું હતું. શ્રેષ્ઠ અગ્રલેખ, શ્રેષ્ઠ કવિતા, શ્રેષ્ઠ પત્રકાર જેવા પુરસ્કાર જાહેર કર્યા હતા. દર વર્ષે પત્રકારત્વ, સાહિત્ય અને કલામાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અપાતા પુલિત્ઝર પ્રાઈઝની ગણના પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં થાય છે. જોસેફ પુલિત્ઝરનું નામ પત્રકારત્વની દુનિયામાં સન્માનપૂર્વક લેવામાં આવે છે, તેઓ ખૂબ સારા પત્રકાર અને તંત્રી હતા. પરંતુ એક અફસોસની વાત છે કે, જોસેફ પુલિત્ઝરનું નામ પીળા પત્રકારત્વ સાથે સંકળાયેલું છે. જોકે, જોસેફ પુલિત્ઝરનું પીળું પત્રકારત્વ પૈસાની કમાણી માટે નહતું, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનું હતું. પોતાના અખબારને અન્ય અખબારની સરખામણીમાં ચઢિયાતું સાબિત કરવા હતું. ટૂંકમાં અખબારોનો ફેલાવો વધારવા હતું, વાંચકો વધારવા હતું, ધનસંપત્તિ માટે નહતું.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સત્સંગ કોને કહેવાય?
Next Article ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચા ઘ્વા૨ા ગુરૂપુજનનો કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?