અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની થ્રિલર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે જે 8 માર્ચના રોજ રિલીઝ થશે.
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અને આર માધવનની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઇને ચાહકોનું કહેવું છે કે આ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે.
- Advertisement -
અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ આ વર્ષે 8 માર્ચે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા અજય દેવગણ પોતે છે અને તેના નિર્દેશક વિકાસ બહલ છે. જાણીતું છે કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે. ફિલ્મ ‘વશ’ એક સાયકોથ્રિલર કેટેગરીની છે જે હવે હિન્દીમાં રિલીઝ થશે. આ આગામી ફિલ્મમાં આર માધવન પહેલીવાર અજય દેવગણ સાથે જોવા મળશે.
‘દ્રશ્યમ 2’ પછી, અજય ફરીથી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’માં તેના પરિવારને દરેક મુશ્કેલીમાંથી બચાવતો જોવા મળે છે. જો કે, આ વખતે તેમને શૈતાની શક્તિઓ અને કાળા જાદુનો સામનો કરવો પડી રહ્યો છે. શેતાન બની ગયેલા માધવનની વિકરાળ સ્વરૂપ જોવા જેવુ છે. અજય સાથેનો તેમની ટક્કર ચોક્કસપણે ફિલ્મની રિલીઝને લઈને દર્શકોની ઉત્તેજના વધારશે.
- Advertisement -
અજય દેવગણની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેતા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ સિવાય અજય પાસે ‘મેદાન’ ફિલ્મ છે, જેમાં તે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવશે. અજય આ વર્ષે ‘ઔરો મેં કહાં દમ થા’ નામની ફિલ્મ લઈને પણ આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફરી એકવાર તબ્બુ સાથે જોવા મળશે. અજયની ફિલ્મ ‘રેઈડ 2’ પણ કતારમાં છે, જેમાં તેની જોડી વાણી કપૂર સાથે જોવા મળશે.