નાના બાળકોની ફેવરિટ ચોકલેટ, કપ કેક, ડોનટસ, કેકસીકલ્સ અને 30થી વધુ ફ્લેવર સાથે મનગમતી ડિઝાઈનની કેક મળશે ‘શ્રુતિ ક્ધફેકશનરી’ને ત્યાં બેકરી જેવો જ ટેસ્ટ ઘરની કેકમાં મળી રહેશે
- Advertisement -
કેક અને ચોકલેટ કે જેનું નામ લેતાં જ મોંઢામાં પાણી આવી જાય છે. નાના બાળકો હોય કે મોટા હોય દરેકને કેક, ચોકલેટ, ડોનટસ સહિતની સ્વીટ્સ પ્રિય જ હોય છે. બેકરીની દરેક આઈટમ મોટાભાગના લોકોને સ્વાદપ્રિય હોય છે પરંતુ બેકરીની દરેક આઈટમ હવે ઘરેથી પણ એવા જ ટેસ્ટ અને સારી ક્વોલિટીની બનાવતાં રાજકોટના શ્રુતિ ક્ધફેકશનરીના શ્રુતિબેન તૈયાર કરે છે. હોમમેડ બેકરીની દરેક આઈટમ ઓર્ડરથી અને ટેસ્ટમાં પણ બેસ્ટ સાથે જ નજીવા દરે બનાવી આપે છે. સાથે-સાથે બેસ્ટ ક્વોલિટીની વસ્તુઓ અને ઘરેથી જ બનતી આ વિવિધ આઈટમોનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી શ્રુતિબેન હોમમેડ કેક, કેક કપસ, ડોનટસ, ચોકલેટ બકેટસ, કેકસીકલ્સ સહિતની બેકરીની આઈટમો વિવિધ ફ્લવેરમાં ઓર્ડરથી બનાવી આપે છે. વધુમાં વિવિધ ફ્લેવરની કેક બનાવતાં શ્રુતિબહેને ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓને પહેલેથી જ કેક, ચોકલેટ્સ બનાવવાનો શોખ હતો. શોખ સાથે ઘરેથી જ એક સારો એવો બિઝનેશ પણ ડેવલપ થયો છે. ખાસ કરીને કોરોના સમયમાં લોકો ઘરની આઈટમ વધુ પ્રીફર કરતાં હોય લોકડાઉન પછી કેકનો વેપાર વધુ ફળ્યો હતો. કેક, પેસ્ટ્રી, ડોનટસ, ચોકલેટ, ચીઝકેક સહિતની નતનવી ટેસ્ટી વેરાયટીઓ કે જેનું નામ સાંભળતાંની સાથે જ મોંઢામાંથી પાણી આવી જાય તેવી આઈટમો શ્રુતિબહેન ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી બનાવે છે જે બાળકો માટે હેલ્ધી રહે છે અને ચોખ્ખાઈપૂર્વક દરેક આઈટમો ઘરેથી બજાર કરતાં સસ્તા ભાવમાં મળી રહે છે.
ખાસ આકર્ષણની વાત એ છે કે ટેસ્ટ પ્રમાણે કેક તો બનાવી આપે છે સાથે સાથે સ્પેશ્યલ ‘મોમ એન્ડ ડેડ’, બાર્બીડોલ, કેમેરાવાળી કેક, કાર્ટુન સહિત ગ્રાહકોની ડિમાન્ડ મુજબની ડિઝાઈનર કેક પણ ઘરેથી બનાવી આપે છે તો ઘરની કેક, ચોકલેટ, કપકેક, પેસ્ટ્રી સહિતની વિવિધ વસ્તુઓ ઘર જેવી અને ટેસ્ટ પ્રમાણે બનાવી આપશે શ્રુતિ ક્ધફેકશનરી.
- Advertisement -
કાર્ટુન, મોમ એન્ડ ડેડ, બાર્બીગર્લ સહિતની વિવિધ ડિઝાઈનર ‘કેક’નો ખજાનો
30થી વધુ ફ્લેવરની કેક કસ્ટમાઈઝ કરી આપે છે
શ્રુતિબહેન ઘરેથી એક નહીં પરંતુ 30થી વધુ ફ્લેવરની કેક ઓર્ડરથી બનાવે છે. જેમાં બટર સ્કોચ રૂા. 800ની કિલો, વેનીલા 700ની કિલો, સ્ટ્રોબરી, પાઈનેપલ, ચોકલેટ, બ્લેકફોરેસ્ટ, વાઈટ ફોરેસ્ટ, ચોકો ઓરેન્જ, રેડ વેલવેટ, ચોકલેટ એન્ડ ક્રીમ, રસમલાઈ, પીસ્તા, ચોકો આલ્મંડ, કીટકટ, ફ્રુટ એન્ડ નટ, મીક્ષ ફ્રુટ, ઓરીઓ, મેંગો, આઈસ્ક્રીમ કેક, સ્નીકર્સ સહિતની વિવિધ ફ્લેવરની કેક ઘરેથી ઓર્ડર મુજબ બનાવી આપે છે. આ ઉપરાંત ડિઝાઈનર કેક રૂા. 1200ના કિલોગ્રામ પ્રમાણે કસ્ટમાઈઝ કરી આપે છે.