ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
વેરાવળના રેડ ક્રોસ ભવન ખાતે 14 જુને વિશ્વ રક્તદાતા દિવસ મહા રકતદાન કેમ્પ દ્વારા ઉજવાયો હતો જેમાં રક્તદાતાઓ 60 થી વધુ બ્લડ યુનિટ એકઠું થયું હતું.
આ પ્રસંગે દિપ પ્રાગટય નિમિત્તે રેસીડેન્ટ અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર ભાવેશ નાગ્રેચા સહિત બહોળા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી અને સર્વેએ રક્તદાન પણ કરેલ હતું. શહેરમાંથી નગરપાલિકા સદ્સ્યો દિક્ષિતાબેન અઢિયા, ભારતીબેન ચંદ્રાણી, ચંદ્રિકાબેન સીકોતરીયા, કપીલભાઇ મહેતા, બાદલભાઇ હુંબલ, નિલેશભાઇ વિઠલાણી, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઇ ચોલેરા, ભાજપના અગ્રણી અંકુરભાઇ અઢિયા, સામાજિક અગ્રણી દિનેશભાઇ રાયઠઠ્ઠા, કેવિન કાનાબાર, શિવાભાઈ બારડ, ઇમરાન જોન, નરેન્દ્ર પોપટ, મહેશભાઇ રાજપોપટ, કૌશિકભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
તદુપરાંત ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઇ જાની તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગને સફળ બનાવવા રેડ ક્રોસ ચેરમેન કિરીટભાઇ ઉનડકટના માર્ગદર્શન હેઠળ સમીર ચંદ્રાણી, પરાગ ઉનડકટ, મુકેશ ચગ, કમલેશ ફોફંડી,અનિષ રાચ્છ, મહેન્દ્ર પારેખ, ગીરીશ વોરા, મહેશ શાહ, ભાવેશ મહેતા, વિરલ બજાણીયા, ચંદ્રેશ અઢિયા તથા હર્ષદ આહુજા સાથે જોડાયા હતા આ કાર્યક્રમનું સંચાલન ગીરીશ ઠક્કરે કરેલ હતું.