ફોટોન ઈન્સ્ટિટ્યૂટના અનુભવી શિક્ષણવિદ્ો હવેથી લોર્ડ્સ સ્કૂલનું કરશે સંચાલન
સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે સ્કૂલનું વિદ્યાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણ એ વ્યવસાય નથી, વ્રત છે….સાધના છે…ઉપાસના છે…યજ્ઞ છે… તેવું દ્રઢપણે માનનારા શિક્ષણવિદોની સાધુ વાસવાણી રોડ પાસે આવેલ લોર્ડ્સ સ્કૂલનું સંચાલન હવેથી ફોટોન ઇન્સ્ટિટયૂટના અનુભવી શિક્ષણવિદો દ્વારા થશે. ભણતરની સાથે સાથે ગણતર અને જીવન ઘડતરની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે લોર્ડ્સ સ્કૂલમાં પ્રાયોગિક અને વ્યવહારિક કેળવણી આપવામાં આવશે. આજ હેતુ સાથે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુંભવ ધરાવતા એસ.કે.પી સ્કૂલ, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફોટોન ઇન્સ્ટીટ્યુટના શિક્ષણવિદોએ હવે સાધુવાસવાણી રોડ પાસે આવેલી લોર્ડ્સ સ્કૂલને હસ્તગત કરી છે. લોર્ડ્સ સ્કૂલને નવા સ્વરૂપે વિદ્યાર્થીઓની આંતરીક સ્કીલ અને ટેલેન્ટને ખીલવવાની પ્રતિબદ્ધતા સાથે રવિવારે સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા વિદ્યાર્પણ કરાઇ હતી.
- Advertisement -
અતિ આધુનિક નવી શિક્ષણ નીતિને અનુરૂપ પાઠ્યપુસ્તક આધારીત વિગતવાર ઉંડાણપૂર્વકના શિક્ષણ કાર્ય સહિતના યોગ્ય માપદંડો સાથે લોર્ડ્સ સ્કૂલનું સંચાલન હવે શિક્ષણ ક્ષેત્રે બહોળા અનુભવી શિક્ષણવિદો શૈલેષભાઇ રાણીપા, જયદેવભાઇ લાડાણી, ડો. યોગેશ દવે, અશોકભાઇ પાંભર અને રમેશભાઇ પાંભરના હાથોમાં રહેશે. એસ.કે.પી સ્કૂલ, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફોટોન ઇન્સ્ટીટ્યુટ સહિત 6000થી વધુ વિદ્યાર્થીઓ જેમની કૂશળ નજર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે તેઓ હવે લોર્ડ્સ સ્કૂલનું પણ સંચાલન કરશે.
લોર્ડ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નર્સરી થી ધો.12નું શિક્ષણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં સાયન્સ અને કોમર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. અહીં નેશનલ એજ્યુકેશન પોલીસીને ધ્યાનમાં રાખી કોન્સેપટ બેઈઝડ પ્રેક્ટિકલ શિક્ષણ ઉપર ભાર આપવામાં આવશે. વર્ષોના અનુભવી શિક્ષકો, થિયરીની સાથે પ્રાયોગિક શિક્ષણ, ધોરણ 6થી જ ઉંઊઊ-ગઊઊઝ ફાઉન્ડેશનની તૈયારી, ઞઙજઈ-ૠઙજઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, જવાહર નવોદય તેમજ સૈનિક સ્કૂલ બાલાચડી પ્રવેશ પરીક્ષાની તૈયારી, ઇન્ડોર-આઉટ ડોર ગેમ્સ દ્વારા શારીરિક તેમજ માનસિક ઘડતર, મ્યુઝિક, સીંગિંગ, ડાન્સિંગ, કરાટે, યોગા, પ્રાણાયામ જેવી વિધવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં લેવાય છે. લોર્ડ્સ સ્કૂલ હવે અનુંભવિ શિક્ષણવિદોના હાથોમાં આવતા સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ પર રહેતા તમામ બાળકોના માતા પિતાની શિક્ષણને લગતી તમામ મૂંઝવણો માટે લોર્ડ્સ સ્કૂલ સંજીવની સમાન સાબિત થશે.