મધ્યગીર કનકેશ્વરી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મધ્ય ગીરીમાં બિરાજતા આદ્યશક્તિ માતાજી કનકેશ્વરી માતાજીના નીજ મંદિરે ઘટસ્થાપન તથા ધ્વજા ચડાવવાનો ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં પ્રસંગ સંપન્ન થયો હતો ઘટસ્થાપનના મુખ્ય મનોરથી સુજીતભાઈ ભાવસાર અને પરિવાર હાજર રહેલ આ તકે જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તથા જેઠાભાઈ પાનેરા પરિવાર સાથે રાજેન્દ્રભાઈ ડી. મહેતા પરિવાર સાથે મુંબઈ સ્થિત રાજેશભાઈ ગાંધી પરિવાર, પ્રકાશભાઈ દોશી પરિવાર સાથે માઇ ભક્તો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ધાર્મિક વાતાવરણમાં માતાજીના રથનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું સાથે સાથે જોશી પરિવાર દ્વારા યજ્ઞનું પણ આયોજન હતું તેમજ બે સત્ય નારાયણ ભગવાનની કથાઓનું પણ આયોજન કરવામાં આવેલ આત કે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ કે. જાની દ્વારા આવેલ તમામ માઇ ભક્તોને અભિનંદન સ્વીકારેલ જયારે હવનઅષ્ટમીના મુખ્ય મનોરથી શેઠ અનિલભાઈ અમૃતલાલ શાહને શાહ પરિવાર દ્વારા ભવ્યાતિ ભવ્ય 87મોં યજ્ઞ સંપન્ન થશે. અને રામનવમીના દિવસે રામ જન્મોત્સવનું ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે. રામ જન્મોત્સવ વધામણાં માટે પરમ પૂજ્ય સંત શિરોમણી સીતારામ બાપુ તથા તેમના બાલવૃંદ સાથે ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉત્સવ ઉજવાશે આરામ જન્મોત્સવના મુખ્ય મનોરથી એવા એવા ભરતભાઈ રમેશભાઈ પાનેરા અને પાનેરા પરિવાર દ્વારા કરવામાં આવશે.