-રાજયમાં 700થી વધુ નિપાહની ઝપટમાં, 77 દર્દીઓ હાઈરિસ્ક શ્રેણીમાં: વાયરસને ફેલાતો રોકવા 9 પંચાયતોના 58 વોર્ડોમાં કેન્ટેન્મેંટ ઝોન બનાવાયા
કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસની એન્ટ્રી થતા અને અત્યાર સુધીમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત થતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજયમાં નિપાહ સંક્રમણના કેસો વધતા તેને ફેલાતા રોકવા રાજયમાં 9 પંચાયતોના 58 વોર્ડોમાં કેન્ટેન્મેંટ ઝોન બનાવવા આવ્યા છે,
- Advertisement -
જેથી સંક્રમણને રોકી શકાય, સરકારે દર્દીઓને ઘરમાં રહેવાની સલાહ આપી છે. તો બીજી બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ કેરળમાં નિપાહ વાયરસની પુષ્ટિ કરી હતી, ત્યાર બાદ સંક્રમણને રોકવાના પ્રબંધમ, રાજય સરકારની મદદ માટે વિશેષજ્ઞોની ટીમને કેરળ મોકલવામાં આવી હતી.
77 લોકો હાઈરિસ્ક શ્રેણીમાં | બીજી બાજુ રાજય સરકારે વાયરસને ફેલાતો રોકવા માટે અને પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી પણ ચિંતાનું કારણ બની છે કારણ કે 700 જેટલા લોકો દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. કેરળની સ્વાસ્થ્ય મંત્રી વીના જયોર્જે જણાવ્યું હતું કે આ 700માંથી લગભગ 77 દર્દીઓ હાઈરીસ્ક શ્રેણીમાં છે. નિપાહ સંક્રમીત લોકોને લઈને રાજય સરકારે ગાઈડલાઈન બનાવી છે. જે મુજબ ઉચ્ચ જોખમ વાળા દર્દીઓને ઘરમાં રહેવા સુચના અપાઈ છે.
- Advertisement -