ગૂગલના શેરની છેલ્લા પાંચ વર્ષમાં 400 ટકાની વૃદ્ધિ
સુંદર પિચાઈ એક અબજ ડોલરની નેટવર્થ ધરાવનારા પ્રથમ સીઇઓ બનવાની સિદ્ધિ નોંધાવવાની નજીક
- Advertisement -
ગૂગલે ૨૫ એપ્રિલના રોજ તેનો પહેલા ક્વાર્ટરનો રિપોર્ટ આપ્યો ત્યારે તેની કોર ટીમમાંથી ૨૦૦ની બરતરફી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટેક જાયન્ટ કેટલાક મોટા હોદ્દા ભારત અને મેક્સિકોમાં શિફ્ટ કરવાનું છે. ગૂગલે ફ્લટર, ડાર્ટ અને પાયથોન ટીમમાંથી કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સના સપ્તાહ પહેલા જ આ પાણીચુ પકડાવાયું છે.
કેલિફોર્નિયામાં સનીવેલ ખાતે કંપનીની ઓફિસમાંથી એન્જિનિયરિંગની ઓછામાં ઓછી ૫૦ પોઝિશન્સ દૂર કરવામાં આવી છે.
કંપનીની કોર ટીમમાંથી ૨૦૦ની હકાલપટ્ટીની જાહેરાત આસિમ હુસૈન દ્વારા કરવામાં આવી છે. તેઓ ગૂગલ ડેવલપર ઇકોસિસ્ટમના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમણે કર્મચારીઓને જણાવ્યું હતું કે આ કોર ટીમમાં ચાલુ વર્ષનો સૌથી મોટો આયોજિત ઘટાડો હતો. અમે વર્તમાન વૈશ્વિક ફૂટપ્રિન્ટ જાળવી રાખવાની સાથે ગ્લોબલ વર્કફોર્સ લોકેશનમાં ઊંચી વૃદ્ધિ પણ નોંધાવી રહ્યા છીએ.
- Advertisement -
આશ્ચર્યની વાત તો એ છે કે સુંદર પિચાઈ આ વર્ષે એક અનોખી સિદ્ધિ નોંધાવવા જઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં નોન-ટેક ફાઉન્ડર સીઇઓ તરીકે એક અબજ ડોલરની નેટવર્થની સિદ્ધિ મેળવનારા સૌપ્રથમ સીઇઓ બનવાની નજીક છે. તેમણે ગૂગલની આગેવાની સંભાળ્યા પછીના પાંચ વર્ષમાં ગૂગલનો શેર ૪૦૦ ટકા વધ્યો છે. તેના પગલે તેમની નેટવર્થમાં પણ નોંધપાત્ર ઉછાળો થયો છે.
ગૂગલની વેબસાઇટના જણાવ્યા મુજબ કોર ટીમ કંપનીની ફ્લેગશિપ પ્રોડક્ટ્સ પાછળનો ટેકનિકલ આધાર મનાય છે. આ ટીમ ડિઝાઇન, ડેવલપર પ્લેટફોર્મ્સ, પ્રોડક્ટ કમ્પોનન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જવાબદાર છે.