જિલ્લાની ગોંડલ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ
ગોંડલનું પરિણામ મતદાનનું ગણિત બદલશે!: ગોંડલ, રાજકોટ, દક્ષિણ, જસદણ અને પૂર્વનો તાગ 12 વાગ્યે આવી જશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની 8 બેઠકો પર 60.62 ટકા સસ્પેન્સભર્યું મતદાન થયા બાદ આગામી તા. 8 ને ગુરુવારે કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોય લોકોમાં ઉમેદવારોના પરિણામો ભારે ઉત્સુકતા છવાઇ જવા પામી છે. ઉમેદવારોના હાર-જીતના પાસા અંગે રાજકીય પંડીતોએ ગણીત માંડવાનું શરુ કરી દીધું છે.જિલ્લાની આ 8 બેઠકોમાં સૌપ્રથમ રાજકોટ-69 પશ્ચિમ અને ગોંડલ બેઠકના સૌપ્રથમ રુઝાન અને તેના પરિણામ જાહેર થશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં રાજકોટ ઇસ્ટની બેઠક પર 62.20 ટકા, વેસ્ટમાં 57.12 ટકા, સાઉથમાં 58.99 ટકા, ગ્રામ્યમાં 61.73 ટકા, જસદણમાં 62.48 ટકા, ગોંડલમાં 62.81 ટકા, જેતપુરમાં 57.20 ટકા, ધોરાજીમાં 57.20 ટકા મતદાન થવા પામેલ હતી. જેમાં રાજકોટ પશ્ચિમની બેઠક પર સૌથી ઓછુ મતદાન થયું હોય આ બેઠકની મતગણતરી સૌ પહેલા પૂર્ણ થતા તેનું પરિણામ પહેલા જાહેર થવાની શક્યતા છે.
તેની સાથોસાથ ગોંડલની બેઠક પર જિલ્લામાં સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ચૂંટણી લડી હોય આ બેઠકના રુઝાન અને પરિણામ પણ રાજકોટ પશ્ચિમની બેઠક સાથે જ અન્ય બેઠકોની સાપેક્ષમાં જાહેર થશે. જિલ્લાની 8 બેઠકો ઉપર કુલ 65 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કસોકસની ચૂંટણીની લડાઈ જામી હતી.