ગુજરાત પ્રદેશ યુથ કૉંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ની આગેવાની મા રાજકોટ જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ મુકુંદભાઈ ટાંક દ્વારા ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) ની નિમણૂક કરવામાં આવી હતી. જેના દ્વારા તેમને શહેર યુવા કૉંગ્રેસ તેમજ તાલુકા યુવા કૉંગ્રેસ ની જવાબદારી સોંપવામાં આવી હતી. બહોળું મિત્ર વર્ગ ધરાવતા કુલદીપસિંહ જાડેજા ની વિધાનસભા ના યુવા કૉંગ્રેસ પ્રમુખ તરીકે ની નિયુક્તિ થી ગોંડલ યુવા કૉંગ્રેસ વધુ મજબૂત બનશે તેમ શહેર પ્રમુખ ભર્ગરાજસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું, બીજી તરફ કૉંગ્રેસ ના આગેવાનો દ્વારા પણ આ નિમણુંક ને આવકારવામા આવ્યો હતો.