ગોંડલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) ની ઘોર બેદરકારી ગોંડલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ A.B.V.P ના ધ્યાને આવતા ઉચ્ચકક્ષા રજુઆત કરવા તજવીજ હાથ ધરવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ દિવ્યરાજસિંહ ઝાલા નામના વિદ્યાર્થીએ ITI એડમિશન લીધું હતું સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ITI માં લિવિંગ સર્ટિફિકેટ અને અનામતનો દાખલો આપ્યો હતો. વિદ્યાર્થી થોડા સમય પછી ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત લેવા ગયા ત્યારે તેના ફેકલ્ટીએ ગેરવર્તણૂક કરી ઓરીજનલ લિવિંગ સર્ટિફિકેટ અને અનામત નો દાખલો જમા કર્યા જ નથી તેવો અણઘડ જવાબ આપ્યો હતો, ઘણા દિવસથી વિદ્યાર્થી ITI એ તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ માટે ધક્કા ખાઈ રહ્યો હતો તેને યોગ્ય જવાબ મળતો ન હોતો બાદમાં દિવ્યરાજસિંહ ઝાલા એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ A.B.V.P ગોંડલ ને જાણ કરી હતી. બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોંડલ ના નગરમંત્રી તેજસભાઈ પાઠકે વિદ્યાર્થી સાથે રૂબરૂ ITI મા રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થી ને ઓરીજનલ ડોક્યુમેન્ટ મળ્યા હતા. આ અંગે વિદ્યાર્થી અને abvp દ્વારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.