130 માંથી 14 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે
વોર્ડ નંબર 2 ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેલા ગત ટર્મ માં પણ બિન હરીફ થયા હતા
- Advertisement -
ગોંડલ
ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 130 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, વોર્ડ નંબર 2 ની 3 બેઠક અને વોર્ડ 7 ની 2 મહિલા બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાના ખાતે 5 બેઠક કરી લેતા ભાજપ જૂથ ગેલમાં આવી જવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નંબર 2 માં ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા ભદ્રસિંહ ઝાલા, નરેશભાઈ છોટુભાઈ ચાવડા, વીણાબેન ધર્મેન્દ્રભાઈ પંડ્યા, અજય જયરામભાઈ ગોવાણી, વિજયાબેન બાવનજીભાઇ વાવડીયાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા
ભાજપના અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરુ, શીતલબેન સમીરભાઈ કોટડીયા
અને હર્ષદભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે વોર્ડ નંબર સાતના નિશાબેન રાજુભાઈ લખતરિયા અને સરસ્વતીબેન આશુતોષ ભટ્ટ એ ઉમેદવારી પાછી ખેંચતાં ભાજપના પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા અને વિભાબેન તુષારભાઇ પંડ્યાબિન હરીફ જાહેર થતા ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં પાંચ બેઠક આવી જવા પામી છે, વોર્ડ નંબર 1 માં સુરેશસિંહ અનુપસિંહ ગોહિલ, વોર્ડ નંબર 3 દીપકભાઈ મંગુભાઈ શિયાળ, આમદભાઈ અહેમદભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 4 હેમીબેન કેશુભાઈ પીપળીયા, ભગુભાઈ બચુભાઈ સોલંકી, વોર્ડ નંબર 11 માં રમેશભાઇ દેવજીભાઇ રૈયાણી એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.
- Advertisement -
વોર્ડ નંબર 2 ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ વાઘેલા ગત ટર્મ માં પણ બિન હરીફ થયા હતા


