ગોંડલ તાલુકા પોલીસ મથકના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ રહે હડમતીયા તાલુકો ગોંડલ તથા ભોગ બનનાર સગીરાને એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ રવિ દેવભાઈ બારડ, મહેશભાઈ જાની, બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ડાંગર, પ્રકાશભાઈ પરમાર, દિવ્યેશ ભાઈ સુવા, રહીમભાઈ દલ સહિતનાઓએ બાતમીના આધારે કેશોદ પંથકમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 363, 366 તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો અને હાલ આરોપી સગીરા સાથે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ એ રાજુભાઈ લાવડીયા ની વાડીએ રહેતો હતો
ગોંડલ અપહરણના ગુનામાં ભાગેડુ આરોપીને એલસીબીએ ઝડપી લીધો
You Might Also Like
Follow US
Find US on Social Medias