ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સરસપુર મોસાળમાં નાથનું મામેરું કરાશે. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાઘા, પાઘડી અને અલંકારો અર્પણ કરવામાં આવશે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસપુર મોસાળમાં નાથનું મામેરું કરવામાં આવશે. મામેરામાં કલાત્મક વાઘા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, બુટ્ટી, ચાંદીની નથણી ચઢાવાશે. સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના સોનાના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હારની ચડાવાશે. જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે. ભગવાનના મોસાળમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
મંદિરેથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાલુપુર પહોંચશે
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેક્નોલોજી અને નવા રથ સાથે નીકળી છે. મંદિરેથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાલુપુર પહોંચશે. કાલુપુર સર્કલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સર્કલની બંન્ને બાજુ પોલીસ, SRP અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ખાસ ટ્રાફિક પોલીસ કર્મીઓની મોટી ફોજ તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Gujarat: Lord Jagannath Rath Yatra 2023 to begin from Jagannath temple in Ahmedabad. Idols of lord Jagannath, Balabhadra and Subhadra being installed on the chariot pic.twitter.com/DsDhyNDx1U
— ANI (@ANI) June 20, 2023
- Advertisement -
સવારે 4 વાગ્યે કરવામાં આવી મંગળા આરતી
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના કપાટ ફરી બંધ કરીને ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. સવારે 4.30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથજીને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતા.
CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી
જે બાદ સવારે 5:30 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5:35 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવ્યા હતા. સવારે5:50 વાગ્યે ભાઈ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા હતા. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુંભારંભ કરાવ્યો હતો. હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગુલાબી કલરના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આજે ભગવાન ગુલાબી કલરના વાઘા પહેરી અને નગરચર્યાએ નીકળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં આરતી કરી નાગરિકોના સુખ-શાંતિ-સમૃદ્ધિ અને રાજ્યના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને… pic.twitter.com/8Cxr4Z3YZj
— CMO Gujarat (@CMOGuj) June 19, 2023
વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.