ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
જૂનાગઢ એશિયાનો સૌથી લાંબો અને ઊંચો ગીરનાર રોપ-વે ભારે પવનના કારણે સતત ચોથા દિવસે બંધ રાખવાનો કંપની દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ગિરનાર પર્વત પર છેલ્લા ચાર દિવસથી 60 કી.મી.ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે રોપ-વે બંધ હોવાના કારણે ગીરનાર પર્વત પર આવેલ દેવ સ્થાનોની યાત્રા કરવા આવતા ભાવિકો પરત ફરી રહ્યા છે. રોપ-વે બંધ હોવાના કારણે દૂર દૂર થી આવતા અનેક યાત્રિકો વગર યાત્રાએ પરત ફરી રહ્યા છે
- Advertisement -
જયારે અમુક શશક્ત યાત્રિકો ફરજીયાત પાને ગિરનાર સીડીનો સહારો લઈને દેવ દર્શન કરીને યાત્રા કરી રહ્યા છે. એક તરફ 40 ડિગ્રી પાર તાપમાન છે એવા સમયે રોપ-વે બંધ હોવાના કારણે સીડી દ્વારા ભાવિકો ગિરનાર પર માં અંબાના મંદિરે પોહચે છે ત્યારે ભાવિકોને યાત્રા ખુબ કઠિન લાગે છે.અને ભારે ગરમીનો સામનો કરે છે.જયારે ગિરનાર રોપ-વે ચાર દિવસથી બંધ હોવાના કારણે યાત્રિકોની મુશ્કેલી વધી છે.