ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચનાથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખનાર સામે પકડી પાડવાની સુચના મળતા ગિર-સોમનાથ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફનાને મળેલી બાતમીના આધારે તાલાલા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન કાળુ જુમાભાઇ લાખા ડફેર રહે.પાણી કોઠા વાળાને રેલ્વે ફાટક પાસેથી ગે.કા. લાઇસન્સ કે પરવાના વગરની દેશી જામનગરી બંદુક એક કિં.રૂા.1000નાં સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ બાબતે એસઓજી પોલીસ તાલાલા પોલીસ સ્ટેશનમાં હથિયાર ઝડપાયેલ ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગિર-સોમનાથ એસઓજીએ હથિયાર સાથે એક ઇસમની ધરપકડ કરી
