ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમવારે રમાયેલી ચારમાંથી બે મેચમાં આ દીકરી જેન્સી કાનાબારે જીત મેળવી હતી. તેની રમત જોઈ મહાન ટેનિસ પૂર્વ નંબર-1 ટેનિસ પ્લેયર હિંગિસે જેન્સીની પ્રશંસા કરી.
ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી જેન્સીને પ્રતિભાશાળી ખેલાડી ગણાવી હતી. મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા લોહાણા શિક્ષક દિપકભાઈ કાનાબારે પોતાનો રમતગમતનો શોખ પોતાની પુત્રીમાં બાળપણથી જ ઉતાર્યો હતો. તેની પુત્રી જેન્સી 4 વર્ષની હતી ત્યારથી ટેનિસ રમતની પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કરી ખાતે બાર દીધુ હતું. થોડા સમય પહેલા દિલ્હી ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં જેન્સી કાનાબારે ઉજ્જવળ દેખાવ કર્યો હતો જેના લીધે તેને લંડન ખાતે પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં રમવાનો મોકોમળ્યો હતો. વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જૂનાગઢની જેન્સી કાનાબારે અંડર-14માં એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિત્વ કર્યું હતું. એશિયન ટેનિસ રેન્કિંગમાં અંડર-14માં નંબર-1 ખેલાડી રહેલી જેન્સી કાનાબારે ગઈકાલે ચાર મેચમાં ભાગ લીધો હતો. જેમાં સેરેસા જેક્શન સામે 6-4, 4-6 અને 10-7થી જીત મેળવી હતી. જ્યારે લેવીયા સોઝા સામે જીત મેળવી હતી.
તો લીવજીંગ સામે 7-6, 6-3થી અને લૌરા માર્સાકોવા સામે 6-4, 7-6થી હાર થઈ હતી. જેન્સી કાનાબારની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી હતી. જેન્સીને આ મહાન મહા- ખેલાડીને મળવાનું સન્માન મળ્યું હતું. માર્ટીના હિંગીસે કહ્યું હતું કે, ટેનિસ કોચની છત પરથી રમત જોઈ હતી અને પ્રભાવિત થઈ હતી આ તકે મૂળ ડોળાસાના દિપકભાઈ કાનાબાર ની દીકરીએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અને લોહાણા સમાજનું ગૌરવ વધારેલ હોય ત્યારે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, અનીસ રાચ્છ સહિત સર્વે કારોબારી સભ્યો એ અભિનંદન પાઠવ્યા હતા.