મેયર તરીકે વોર્ડ નં.4ના કોર્પોરેટર નયના પેઢડિયા, વોર્ડ નં.8ના ડૉ.દર્શના પંડ્યાનું નામ મોખરે
ડે. મેયર માટે નીતિન રામાણી, ડો.અલ્પેશ મોરઝરીયા, પરેશ પીપળીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે મનીષ રાડીયા, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, જયમીન ઠાકરના નામો સૌથી આગળ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતીકાલે યોજાશે. જેમાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસકપક્ષના નેતા સહિત અલગ અલગ સમિતિના નામોની જાહેરાત થશે. રાજકોટના મહિલા મેયર માટે ડો.દર્શનાબેન પંડયા, નયનાબેન પેઢડીયા, જ્યોત્સનાબેન ટીલાળા અને ભારતીબેન પરસણાનું નામ ચર્ચાઈ રહ્યા છે. ડે. મેયર માટે પણ અનેક નામો ચર્ચામાં છે. જેમાં નીતિન રામાણી, ચેતન સુરેજા, ડો.અલ્પેશ મોરઝરીયા, પરેશ પીપળીયાના નામ સૌથી આગળ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમને માટે પણ અનેક નામો ચર્ચામાં છે. જેમાં નેહલ શુક્લ, મનીષ રાડીયા, દેવાંગ માંકડ, અશ્વિન પાંભર, જયમીન ઠાકરના નામો સૌથી આગળ છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે અનેક નામ ચર્ચામાં છે જેમાં બાબુ ઉધરેજા, નિલેશ જલુ, નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલના નામ મોખરે છે.