શ્રાવણ માસમાં 2 અમાસ હોય પ્રથમ અને સોમવતી અમાવસ્યાના દિવસે સોમનાથ મહાદેવને 200 કિલો જેટલા વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. દરેક રંગનું ફૂલનું પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. લાલ રંગ પ્રેમ અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તિ વધે છે. ત્યારે સફેદ રંગ શાંતિ અને નિર્મળતાનું પ્રતીક છે. સફેદ ફૂલો શિવલિંગ પર ચઢાવવાથી મન શાંત થાય છે સાથે પીળા ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ગુલાબી ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તનું મન ભગવાનમાં લીન થાય છે. કેસરિયું ફૂલો શિવલિંગ પર ચઢાવવાથી ત્યાગની ભાવના વધે છે.
મેંદરડાના વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ સોમવારે મહાકાલેશ્ર્વરના દર્શન
- Advertisement -
શ્રાવણ માસના પવિત્ર તેહવાર નિમિતે શિવાલયોમાં ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર કરી શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી જયારે શ્રાવણ પર્વના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના દિવસે મેંદરડા ખાતે આવેલ વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરે સોમવારે મહાકાલેશ્ર્વરના દર્શન આયોજન કરવામાં આવ્યું હતું દર્શને લઈ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવના ભક્તો મહાકાલના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા અને જય મહાકાલનો નાદ ગુંજી ઉઠ્યું હતો દર્શનના યજમાન ચિરાગભાઈ ડોબરીયા ઇલાશ ગીરી બાપુ દ્વારા યાદી જણાવવામાં આવ્યું છે.
ભવનાથ મહાદેવ 150 કિલો ફ્રુટનો શણગાર
ગિરનાર તળેટીમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહંત હરિ ગીરી મહારાજના માર્ગદર્શન મુજબ ભવનાથ દાદા ને 150 કિલો ફ્રુટ નો શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ મહા આરતીનો અને દીપમાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભવનાથ મંદિરને ભવનાથ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભવનાથ મંદિર ખાતે કાશીથી પધારેલ જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્ર સરસ્વતી મહારાજ પણ ભવનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન પાઠાત્મક લઘુરુદ્ર પૂજા અર્ચના કરી હતી.