આરોપીએ મહિલાનાં મિત્ર પર પણ હુમલો કર્યો : દુષ્કર્મ બાદ ત્રણેય આરોપીઓ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
- Advertisement -
પૂણેમાં એક 21 વર્ષીય મહિલા પર ત્રણ વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો અને તેનાં પુરુષ મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બોપદેવ ઘર વિસ્તારમાં કથિત રીતે ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. કોંધવા પોલીસનાં જણાવ્યાં અનુસાર, મહિલા એક પુરુષ મિત્ર સાથે તે વિસ્તારમાં ગઈ હતી.
પુના પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક વિગતો મુજબ, મહિલા અને તેનો પુરૂષ મિત્ર ગુરુવારે મોડી રાત્રે બોપદેવ ઘર વિસ્તારમાં ગયાં હતાં જ્યાં ત્રણ અજાણ્યાં લોકોએ તેનાં પર સામુહિક બળાત્કાર કર્યો હતો. આરોપીઓને શોધવા માટે પોલીસની દસ ટીમો બનાવવામાં આવી છે.કોંધવા પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ત્રણેયએ મહિલાનાં પુરુષ મિત્ર પર હુમલો પણ કર્યો હતો.