ગણેશ ચતુર્થી 2021 તારીખ: ભગવાન ગણેશના જન્મ દિવસના ઉત્સવને ગણેશ ચતુર્થી રૂપે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા રૂપે પૂજવામાં આવે છે. આ માન્યતા છે કે ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષ દરમિયાન ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ, 10 દિવસો બાદ, અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થાય છે અને આ દિવસે ગણેશ વિસર્જનના નામે ઓળખવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે શ્રદ્ધાળુ-જન ખૂબ જ ધામધૂમ સાથે રસ્તા પર જુલુસ કાઢતા ભગવાન ગણેશની પ્રતિમાનું સરોવર, ઝીલ, નદી વગેરેમાં વિસર્જન કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે.

- Advertisement -
- ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
- ગણેશ ચતુર્થી શુક્રવાર, સપ્ટેમ્બર 10, 2021ના રોજ
- મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત- સવારે 11.03 વાગ્યાથી બપોરે 1.33 વાગ્યા સુધી
- ગણેશ વિસર્જન: રવિવાર, સપ્ટેમ્બર 19,2021ના રોજ
- વર્જિત ચંદ્રદર્શનનો સમય- સવારે 9.12 વાગ્યાથી રાતે 8.53 વાગ્યા સુધી
- ચતુર્થી તિથિ પ્રારંભ- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 12.18 વાગ્યે
- ચતુર્થી તિથિ સમાપ્ત- સપ્ટેમ્બર 10,2021ના રોજ રાત્રે 9.57 વાગ્યે

ગણેશ ચતુર્થી પૂજા વિધિ
સ્વચ્છ આસન પર બેસીને સૌથી પહેલા ગણપતિને પંચામૃતથી સ્નાન કરાવો. તે બાદ કેસરિયા ચંદન, અક્ષત, દુર્વા, પુષ્પુ, દક્ષિણા અને તેનો મનપસંદ ભોગ અર્પિત કરો. જ્યાં સુધી ગણપતિ ઘરમાં રહે, તે દરમિયાન ગણેશ ચતુર્થીની કથા, ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, ગણેશ સ્તુતિ, શ્રીગણેશ સહસ્ત્રનામાવલી, ગણેશજીની આરતી, સંકટનાશન ગણેશ સ્ત્રોત વગેરેનો પાઠ કરો. તમારી શ્રદ્ધા અનુસાર ગણપતિના મંત્રના જાપ કરો અને દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી ગણપતિ તમામ વિઘ્ન દૂર કરે છે.
- Advertisement -



