રાજકોટ જિલ્લાના કુપોષણ મુક્ત કરવા 20 લાખની જોગવાઇ: સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોનો હોબાળો
ખાસ-ખબર સંવાદદાતા
આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં 945 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરીયા ભાજપમાં જોડાયા બાદ આ પહેલી સામાન્ય સભા હતી. આ તકે બજેટમાં કોંગ્રેસના સભ્યોએ સુચવેલા કામો ન આવતા કોંગ્રેસના સભ્યો દ્વારા સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો. આ અંગે પદાધકારીઓએ કહ્યું કે, ભાજપમાં આવે તો જ કામો મંજુર થાય તેવા કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. તેમજ જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યએ કહ્યું કે, વિંછીયા પંથકમાં કામ માટે કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
- Advertisement -
જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ તરીકે હવાલો સંભાળ્યા પછી પ્રથમ વખત જિલ્લા પંચાયતનું સને 2023-24નું સુધારેલું અને 2024-25 બજેટ સામાન્ય સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2023-24ના સુધારેલું અંદાજપત્રમાં સવભંડોળમાં રૂ. 1725.02 લાખની, રાજય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂ. 80852.66 લાખની અને દેવા વિભાગનું રૂ. 1825.67 લાખની મળીને કુલ રૂ. 84407.35 લાખની જોગાવઇ છે તેમજ સને 2024-25નું અંદાજપત્રમાં સ્વભંડોળમાં રૂ.1587.26 લાખની, રાજ્ય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂ. 91455.05 લાખની અને દેવા વિભાગનું રૂ. 1468.38 લાખની મળીને કુલ રૂ. 84510.69 લાખની કુલ જોગવાઇ છે. સને 2024-25નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઇમાં, શ્રેષ્ઠ ગામ પંચાયતની પસંદગી સ્પર્ધા માટે 22 લાખ, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખ, વિકાસનાં કામો માટે 7 કરોડ 92 લાખ, પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે 20 લાખ, રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે ઈંઈઉજ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે 20 લાખની જોગવાઇ કરાવામાં આવી છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2 લાખ, સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ 40 લાખ, તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 28 લાખ, પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે 10 લાખ, જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા સૈનિકના પરિવારને રૂ. 1 લાખ ચુકવવા 5 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આમ, અંદાજપત્ર સામાન્ય સભાને મંજુર કરવા ભલામણ કરવામાં આવે છે.
આગામી રવિવાર તા. 25નાં રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે નવ નિર્માણ પામેલી અઈંઈંખજ તથા અન્ય વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ પ્રસંગે પધારનાર છે ત્યારે આ અત્યાધુનીક હોસ્પિટલનો લાભ સમગ્ર રાજકોટ જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતને મળનાર છે અને તમામ લોકોની આરોગ્યાની સુખાકારીમાં ચોક્કસપણે વધારો થશે જે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર આજની સામાન્ય સભામાં વ્યક્ત કરાયો હતો.