અગાઉ ટ્વિટર રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત સેલિબ્રિટીઓના એકાઉન્ટ પર બ્લુ ટિક આપતું હતું. આ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની સમયમર્યાદા જાહેર કરી હતી. મસ્કએ કહ્યું હતું કે જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે.નોંધનીય છે કે, એલન મસ્કે 12 એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી દૂર કરવામાં આવશે.” મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, જો બ્લુ ટિકની જરૂર પડશે તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.
- Advertisement -
આજથી ફક્ત ટ્વિટર બ્લુ સર્વિસ લેનારા લોકો પર બ્લુ ટિક હશે
એવું માનવામાં આવે છે કે, આજથી ફક્ત ટ્વિટર બ્લુ સર્વિસ લેનારા લોકો પર બ્લુ ટિક હશે. બીજા બધાની બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જે ટ્વિટર યુઝર્સ બ્લુ ટિક રાખવા ઈચ્છે છે તેમને બ્લુ સર્વિસ સબસ્ક્રાઈબ કરવી પડશે. વાસ્તવમાં અગાઉ ટ્વિટર રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત સેલિબ્રિટીઓના એકાઉન્ટ પર બ્લુ ટિક આપતું હતું. આ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો, પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે.
Final date for removing legacy Blue checks is 4/20
— Elon Musk (@elonmusk) April 11, 2023
- Advertisement -
શું છે ટ્વિટર બ્લુ?
ટ્વિટરે જાહેરાત કરી હતી કે, કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે. ટ્વિટરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જેમની પાસે પહેલાથી જ બ્લુ ટિક છે જો તેઓ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ નહીં કરે તો તેમની બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.
બ્લુ ટિક માટે કેટલો ખર્ચ થશે?
જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.
ટ્વિટર પર હવે ત્રણ પ્રકારની ટિક
અગાઉ ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.