7 મિલકત સીલ, 10 મિલકતને ટાંચ-જપ્તીની નોટીસ, 7 નળ કનેકશન કપાત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા આજરોજ રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાંથી 7 મિલકતો સીલ, 10 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ, 7 નળ કનેકશન કપાત અને રૂા. 47.20 લાખની રિકવરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં. 3માં દરબારગઢ રોડ પર આવેલ 1 નળ કનેકશન ક્પાત કરતા રિકવરી રૂા. 3.58 લાખ, ગોકુલ અને મથુરાવિંગમાં 2 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 1.28 લાખ, વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ 1 યુનિટ સીલ, વોર્ડ નં. 7માં યાજ્ઞિક રોડ પર આવેલ 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.65 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટ સીલ, સોની બજારમાં 1-યુનિટ સીલ, ભક્તિનગર 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.79 લાખ, મનહર પ્લોટમાં 1-નળ કનેક્શન ક્પાત, સોની બજારમાં 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.95 લાખ, સોની બજારમાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.80 લાખ, મનહર પ્લોટમાં 1 નળ કનેકશન ક્પાત કરતા રિકવરી રૂા. 53,371, વોર્ડ નં. 10માં કાલાવાડ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.91 લાખ, વોર્ડ નં. 11માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ અને વોર્ડ નં. 13માં વૈદ્યવાડીમાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.00 લાખ, ગોકુલનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.20 લાખ, વોર્ડ નં. 15માં આજી.જી.આઇ.ડી.સી 1-યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં. 16માં કોઠારીયા રોડ પર આવેલ 2 નળ કનેક્શન ક્પાત, વોર્ડ નં. 17માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.03 લાખ, વોર્ડ નં. 18માં ઢેબર રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 50,000ની રિકવરી કરવામાં આવી હતી. આમ શહેરના કુલ 10 વોર્ડમાંથી રૂા. 47.20 લાખની રિકવરી કરવામાં આવી હતી અને કુલ 3,72,034 મિલ્કત ધારકોએ 317.05 કરોડ વેરો ભરવામાં આવ્યો હતો.