ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. ઉના ડમાશા, કોડીનારના મૂળ દ્વારકા, વેરાવળના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનોએ સહભાગીદારી નોંધાવી હતી અને આ અભિયાનમાં હોંશે હોંશે સાફસફાઈમાં ભાગ લીધો હતો. મારૂ ગામ, નિર્મળ ગામ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઉના તાલુકાના ડમાશા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાયક્લોન સેન્ટરના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ જ્યારે કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરિયાઇ કાંઠા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.