યુનિવર્સિટીઓને પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાંથી રાહત મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા UGC-NET ના સ્કોરમાં પીએચડીની વધુ એક ત્રીજી કેટેગરી ઉમેદવારોનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઞૠઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવે આગામી નવા શૈક્ષણિક વર્ષથી UGC-NETના સ્કોરથી પીએચડીમાં પ્રવેશ મેળવી શકાશે. UGCના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટીઓને પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાંથી રાહત મળશે એટલે કે, પ્રવેશ પરીક્ષા લેવી નહીં પડે.
દેશભરની વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જુનિયર પ્રોફેસર ફેલોશિપ ( JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે યુજીસી નેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જોકે હવે યુજીસીના નવા નિર્ણયના લીધે વિવિધ યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશ માટે પણ યુજીસી નેટ સ્કોર આપવામાં આવશે. પીએચડી પ્રવેશ માટે કેટેગરી 2 અને 3માં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત નેટ સ્કોરની મુદત એક વર્ષ માટે માન્ય ગણવામાં આવશે. UGC દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ UGC નેટમાં ત્રીજી કેટેગરી પીએચડીનો ઉમેરો કરવામાં આવ્યો છે. UGC-NETમાં હવે પીએચડીનો સ્કોર પણ જાહેર કરવામાં આવશે. UGC નેટ પરીક્ષાના પરિણામ આધારે ત્રણ કેટેગરીમાં વિદ્યાર્થીઓની વહેચણી કરવામાં આવશે. પ્રથમ કેટેગરીમાં વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ, જેઆરએફ અને આસિસ્ટન્ટ પોફેસર માટે નિયુક્ત કરી શકાશે. બીજા નંબરની કેટેગરીમાં ઉમેદવારોને પીએચડીમાં પ્રવેશ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની નિયુક્તિ માટે ગણી શકાશે. ત્રીજી કેટેગરીમાં ઉમેદવારોને માત્ર પીએચડીમાં પ્રવેશ પાત્ર ગણવામાં આવશે.