ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
શહેરમાં જાહેરમાં કોન્ક્રીટ વેસ્ટ નાખતા ઈસમ પાસેથી રૂા. 5000નો વહીવટી ચાર્જ મનપાની ટીમ દ્વારા વસુલવામાં આવ્યો હતો તેમજ જાહેરમાં ગંદકી ન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
તાજેતરમાં આઈસીસીસી મારફતે રાજકોટ શહેરમાં રૈયાધાર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે પ્રાઈવેટ વ્હીકલ દ્વારા કોન્ક્રીટ વેસ્ટ નાખતા વોર્ડના સેનિટરી ઈન્સ્પેકટર દ્વારા પૂરી તપાસ કરતા તે પ્રાઈવેટ વ્હીકલ મુંજકા ખાતે બાલાજી કોન્ક્રીટનું વ્હીકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તે વ્હીકલના માલીક પાસેથી રૂા. 5000 વહીવટી ચાર્જ તરીકે વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના શહેરીજનોને જાહેરમાં કચરો ન ફેંકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.