આ વખતે એલન રૉબર્ટ ટોપ પર પહોંચવામાં માત્ર 60 મિનિટનો સમય લાગ્યો. ચઢ્યા પછી તેમણે કહ્યું, મેં ઘણા વર્ષ પહેલા પોતાને વચન આપ્યું હતુ કે જ્યારે હું 60 વર્ષનો થઇશ ત્યારે હું ફરીથી આ ટાવર પર ચઢી જઇશ.

પેરિસમાં એક શખ્સે પોતાના 60મા બર્થ-ડેની ઉજવણી મનાવવા માટે અનોખી રીત કાઢી. એલન રોબર્ટ નામનો આ શખ્સ કોઈ દોરડાના આધાર વગર એક બિલ્ડિંગના 48મા માળ સુધી પહોંચી ગયો. એલનને લોકો ફ્રાન્સના સ્પાઈડરમેન તરીકે ઓળખે છે. જો કે, ટાવર પર પહોંચ્યા બાદ તેની કથિત રીતે ધરપકડ કરવામાં આવી.

ચડવાનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિગ અંગે જાગૃતિ વધારવાનો હતો

રોબર્ટ આની પહેલા ઘણી વખત આ કારનામુ કરી ચૂક્યો છે. એક ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, આ વખતે તેને ટૉપ પર પહોંચવામાં માત્ર 60 મિનિટનો સમય લાગ્યો. ચઢ્યા પછી તેમણે કહ્યું, મેં ઘણા વર્ષ પહેલા પોતાને વચન આપ્યું હતુ કે જ્યારે હું 60 વર્ષનો થઇશ ત્યારે હું ફરીથી આ ટાવર પર ચઢી જઇશ. કારણકે 60 ફ્રાન્સમાં નિવૃત્તિની ઉંમરનુ પ્રતિક છે અને મને લાગે છે કે આ એક સારો સંદેશ હશે. એક સમાચાર એજન્સી સાથે તેણે વાત કરતા કહ્યું કે ચડવાનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિગ અંગે જાગૃતિ વધારવાનો પણ હતો. રોબર્ટને વિશ્વભરમાં ઉંચી ઈમારતો પર ચઢવા માટે ઓળખવામાં આવે છે.

રોબર્ટની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે

રોબર્ટના સાહસિક કારનામામાં દુબઈના બુર્જ ખલીફા-દુનિયાની સૌથી ઉંચી ઈમારતના ચોપ સુધી પહોંચવુ સામેલ છે. તે સામાન્ય રીતે કોઈ પૂર્વ સુચના વગર અથવા મંજૂરી વગર પોતાના સ્ટન્ટ કરે છે અને તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે.