રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું અવસાન થયું છે. આજે સવારે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા.
મહત્વનું છે કે, કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ હોસ્પિટલના પ્રણેલા અને પૂર્વ શિક્ષણમંત્રી સુશિલાબેન શેઠ (ઉ.વ.95)ની સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ હોવાને કારણે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશીલાબેન શેઠની રાજકોટની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશીલાબેનનું 95 વર્ષની વયે અવસાન થતા રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.