જૂનાગઢ કલેકટર દ્વારા રોડ સેફટી કાઉન્સિલની બેઠક સ્પોટ ઉપર યોજી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
સામાન્યત: રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાતી હોય છે, પરંતુ કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ટ્રાફિકની સમસ્યાના સચોટ નિરીક્ષણ માટે ’સ્પોટ’ પર જ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક યોજી હતી. જિલ્લા કલેકટરે જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે અને ઝાંઝરડા ચોકડી નજીક નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, આરટીઓ, પોલીસ સહિતના સંબંધિત અધિકારીઓશ્રીઓ સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે પરામર્શ કરતા રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા, સાઈન બોર્ડ તથા સ્પીડ બ્રેકર મુકવા, માર્ગ મરામત કરવા જરૂરી નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત ખાનગી મિલકત ધારકો પોતાની હદમાં વાહન પાર્કિંગ કરે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે રોડ પર જરૂરી લાઇટિંગની વ્યવસ્થા અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.આ તકે નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા, આરટીઓ, પોલીસ, માર્ગ અને મકાન સહિતના વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.