ટંકારા-પડધરી બેઠકનાં ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાનું ઊડીને આંખે વળગે એવું ‘દુર્લભ’ વ્યક્તિત્વ
દુર્લભજીભાઈ દેથરિયાનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન
- Advertisement -
ટંકારા-પડધરીની જનતાની શાંતિ, સલામતિ, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની સુખાકારી માટે સતત અને સઘન પરિશ્રમ કરી રહ્યા છે વિધાનસભા-66ના ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા
ખાસ-ખબર સંવાદદાતા
દુર્લભજીભાઈ દેથરિયા એટલે સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ગુણોથી શોભતું સૌમ્ય વ્યક્તિત્વ… તેની સાથોસાથ જ નિર્ણાયકતા, નીડરતા, પરિશ્રમની પરાકાષ્ઠા અને દૃઢ મનોબળ જેવી નક્કર લાક્ષણિક્તાઓના પિંડથી ઘડાયેલું વ્યક્તિત્વ… સરળતા અને સંવેદનશીલતાની સાથે દૃઢતા અને નિર્ભિકતાનો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે. ટંકારા-પડધરી વિધાનસભા 66 પરથી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા આવા વિરલ સમન્વય સાથે તેમના નામને પણ સાર્થક કરી રહ્યા છે. તેઓ ખરેખર દુલર્ભ વ્યક્તિત્વ ધરાવે છે.
દુર્લભ વ્યક્તિત્વ ધરાવતા અને દરેક વ્યક્તિ માટે સુલભ દુર્લભજીભાઈ દેથરિયા ટંકારા-પડધરી પંથકથી લઈ સમગ્ર મોરબી જિલ્લાની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્ર સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિકાસ સાથે સૌના વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. ટંકારા-પડધરીની જનતાની શાંતિ, સલામતિ, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની સુખાકારી માટે સતત અને સઘન પરિશ્રમ કરી રહ્યા છે.
દુર્લભજીભાઈ દેથરિયાનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. જાહેર જીવનના પ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સાથીઓનો સૌથી પહેલો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે. તેમની આ કાર્યશૈલીને કારણે આજે તેઓ ભાજપના નાનામાં નાના કાર્યકરથી લઈ ગામેગામની જનતામાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે પોતાના પદને સત્તા ભોગવવા માટેનું નહીં, બલ્કે જનતાની સેવા કરવાનું માધ્યમ બનાવ્યું છે. દુર્લભજીભાઈ દેથરિયાએ સમાજની સમસ્યા અને પીડિતોની વેદનાને એમણે સુપેરે અનુભવી છે અને તેમના નિરાકરણ માટે કાર્ય કર્યું છે.
બાળપણથી લઈને આજ પર્યન્ત તેમનું જીવન જનસામાન્ય વચ્ચે અને જનસામાન્યના વિકાસ માટે સમર્પિત રહ્યું છે. તેઓ સંગઠનની પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત રહ્યા છે. સામાન્ય જનના પ્રશ્નો અને પીડામાં સમાજ જીવનના પડકારોને તેમણે જોયા છે. આ પડકારોને ઉકેલવામાં સરકાર અને સંગઠન ઉપરાંત વ્યવસ્થાતંત્ર વાસ્તવમાં કેવી ભૂમિકા ભજવી શકે તેનું મનન અને ચિંતન એમના મનમાં સતત ચાલતું રહે છે. ભાજપના એક પાયાના કાર્યકરથી લઈને ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુધીની જીવન સફર દરમિયાન એમણે માત્રને માત્ર પોતાના વિસ્તાર, પોતાના ગામ, ટંકારા-પડધરી પંથકથી મોરબી જિલ્લાની જનતાનું હિત જ હૈયે વસાવ્યું છે. દુર્લભજીભાઈ દેથરિયા પોતાના મતવિસ્તારના ખરા હિતેચ્છુ હોય આગામી વિધાનસભા ચૂંટણીના મતદાન દિવસ 1 ડિસેમ્બરના રોજ તેમને જંગી બહુમતી સાથે જીત અપાવવા મતદારો તત્પર અને તૈયાર છે.