રૈયા રોડ પર આવેલા શિવા મદ્રાસ કાફેમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, બર્ગર કિંગમાંથી ચીઝ અને પીત્ઝા હટમાંથી બટરના નમૂના લેવાયા
ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી વધુ નફો કમાવવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે જ્યોતિનગર-1 મેઇન રોડ, માધવ એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ મુકામે આવેલ ડી.એન.એસ.બી. રેસ્ટ્રો કાફે(લાલજી દિલ્લીવાલે)ની તપાસ કરતાં પેઢીમાં ફ્રીઝમાં સંગ્રહ કરેલ પ્રિપેડ ફૂડ- બાફેલા શાકભાજી, મંચુરિયન, ચટણી, ગ્રેવી, ચેરી વગેરેનો કુલ મળી 13 કી.ગ્રા. જથ્થો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
- Advertisement -
ન્યુ 150 ફૂટ રિંગ રોડ, ડીલાઇટ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ મુકામે આવેલ ટ્યુબ્ડ કોર્ટયાર્ડની તપાસ કરતાં પેઢીમાં ફ્રીઝમાં સંગ્રહ કરેલ પ્રિપેડ ફૂડ- બાફેલા શાકભાજી, જલેપીનો, ગાર્લિક બ્રેડ, પાસ્તા, નુડલ્સ, રાઈસ વગેરેનો કુલ મળી 5 કી.ગ્રા. જથ્થો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રાજકોટ મુકામે આવેલ શિવા મદ્રાસ કાફે (લારી)ની તપાસ કરતાં ખુલ્લા રાખેલ દાળવડા, વાસી લોટનો કુલ મળી 5 કી.ગ્રા. જથ્થો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. કાલાવાડ રોડ પર આવેલા બર્ગર કિંગમાંથી ચીઝ, રેસકોર્સ પાસે આવેલા નેપલ્સ પિઝામાંથી માયો લાઈટ, સેફાયર ફૂડ્સમાંથી બટર અને કાકે દી રોટીની પંજાબી શાકની ગ્રેવીના નમૂના લેવામાં આવ્યા છે.