ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મચ્છરજન્ય રોગ વધતા મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસો વઘુ નોંઘાઈ રહ્યા છે. વાહકજન્ય રોગોનું વઘુ ટ્રાન્સમિશન થતુ અટકાવવા દરેક સ્તરે સતત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી માટે ‘’વન-ડે-થ્રી-વોર્ડ” અંતર્ગતતા.30/11/2023 વોર્ડ નં. 8, 3અને 5 માં વહિકલમાઉન્ટેન્ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી કરવા આવ્યું હતું.