બચાવવા વચ્ચે પડેલા દાદા, દાદી અને કાકાને પણ ઇજા : ભક્તિનગરમાં ફરિયાદ
બે રૂમ ભાડે આપવાના હોય ભાડૂઆતને દેખાડવા ગયા ત્યારે કર્યો હુમલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નીલકંઠ પાર્કમાં કાકા અલ્તાફ ઇકબાલભાઇ ચુડાસમા સાથે રહેતા અને અભ્યાસ કરતાં સાહીદ સલીમભાઇ ચુડાસમા ઉ.19એ ભક્તિનગર પોલીસમાં માતા રેશમાબેન, મામા સદામ અબ્દુલભાઈ ગોધાવીયા તેની સાથેના અમીન ઇકબાલભાઇ ગોધાવીયા, રજાક વલીભાઇ ગોધાવીયા તથા ફીરોજ રજાકભાઇ ગોધાવીયા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા માતાપિતાને છેલ્લા પાંચેક મહીનાથી મનમેળ ન હોવાથી તેઓ બંન્ને અલગ રહે છે મારાથી નાના બે ભાઈ-બહેન મારા માતા રેશમાબેન સાથે રહે છે અને મારા પિતાના માલીકીના મકાનમાં હાલ મોરારીનગર ખાતે મારા મમ્મી રેશમાબેન રહે છે અને અમને પિતા-પુત્રને રહેવા દેતા નથી જેથી કાકા સાથે રહીએ છીએ ગઇ તા. 19/05/2025ના રાત્રીના હું અને મારા કાકા અલ્તાફભાઈ બંન્ને અમારા મોરારીનગરવાળા ઘરે ગયેલ હતા અને તે ઘરે જવાનુ કારણ અમારે બે રૂમ ભાડે આપવાના હતા જેથી ભાડુઆતને બતાવવાના હતા અને અમે ભાડુઆતને રૂમ બતાવતા હતા તે દરમીયાન મમ્મી રેશમાબેન આવેલ અને મારી તેમજ કાકા સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલ અને ઝપાઝપી કરેલ જેથી મેં મારા પીતાને ફોનથી જાણ કરતા તે તેમજ મારા દાદા ઇકબાલભાઇ તથા દાદી હલુબેન ત્યાં આવેલ ત્યારે મારા મમ્મીએ ફોન કરી તેના પીયર પક્ષના સંબધીને બોલાવતા તેમાં મારા મામા સદામ અબ્દુલભાઇ ગોધાવીયા તથા તેની સાથે અન્ય અમીન ઇકબાલભાઇ ગોધાવીયા, રજાક વલીભાઇ ગોધાવીયા તથા ફીરોજ રજાકભાઇ ગોધાવીયા રહે, તમામ રાજકોટ વાળા આવી ગયેલ અને તેમના હાથમાં લાકડાનો ધોકો તથા લોખંડનો પાઇપ હતો જેમાંથી સદામ પાસે લોખંડ નો પાઇપ હતો અને બાકીના પાસે લાકડાનો તેમજ પ્લાસ્ટીક ના ધોકા હતા અને તેઓ દરેક અમને મારવા લાગેલ જે મારામારી માં મને છાતીના ભાગે પગના ભાગે તથા માથામાં મુંઢ ઇજા થયેલ અને મારા કાકા અલ્તાફ ને શરીરે અમીને, સદામે તથા રજાકે લાકડા ના ધોકા થી માર મારતા શરીરે મુંઢ ઇજા થયેલ અને મારા પીતાજી ને પણ રજાક, અમીન તથા સદામે એક-એક ઘા મારતા શરીરે મુંઢ ઇજા થયેલ તેમજ મારા દાદા ઇકબાલભાઇને પણ આ રજાકે તથા અમીને લાકડાના ધોકા થી એક-બે ઘા માર તા શરીરે મુંઢ ઇજા થયેલ તેમજ ડાબી આંખે સોજો આવી ગયેલ છે અને મારા દાદી હલુબેન વચ્ચે આવતા અમીન ઇકબાલ ભાઇ ગોધાવીયા એ એક લાકડા નો ધોકો મારી ધકકો મારતા નીચે પડી જતા ગોળા ના ભાગે ઇજા થયેલ અને અહીં સીવીલ હોસ્પિટલ ખાતે બતાવતા મારા દાદી હલુબેનને ગોળાના ભાગનું હાડકુ ભાંગી ગયેલ નું જણાવેલ તેમજ મારો સીટી સ્કેન રીપોર્ટ આવતીકાલે આવતા માલુમ પડે તેમજ મારા કાકા દાદા અને પીતાજીને શરીરે નાની મોટી મુંઢ ઇ જા થયેલાનું જણાવેલ છે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી મનફાવે તે વી ગાળો આપી નાસી જતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.