નવા વિમાનની મહત્તમ ઝડપ 2222 કિલોમીટર પ્રતિ કલાક
ખાસ-ખબર સંવાદદાતા
તૂર્કીએ આ વિમાનને કાન(ઊંઅઅગ) નામ આપ્યુ છે. તૂર્કીના આ પ્રોજેકટે ભારતનુ ટેન્શન વધારી દીધુ છે. કારણકે પાંચમી પેઢીના ફાઈટર જેટ બનાવવાના પ્રોજેક્ટમાં ભારત ખાસ્સું પાછળ રહી ગયુ છે. તૂર્કીએ ઝઋ-ડ પ્રોજેકટ હેઠળ 2016માં પાંચમી પેઢીનુ જેટ બનાવવા માટે બ્રિટનની ઇઅઊ સિસ્ટમ સાથે કરાર કર્યા હતા. આ માટે તૂર્કીએ 125 મિલિયન ડોલરનુ બજેટ ફાળવ્યુ હતુ. તૂર્કીની એરોસ્પેસ ફર્મ ઝઞજઅજને ફાઈટર જેટના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી હતી. આ કંપનીએ લડાકુ જેટની પહેલી ઉડાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તૂર્કીના ડિફેન્સ ઈન્ડસ્ટ્રી વિભાગના પ્રમુખ હલુક ગોરગુને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, કાન વિમાનની સફળ ઉડાનથી તૂર્કીને પાંચમી પેઢીનુ લડાકુ વિમાન મળી ગયુ છે અને સાથે સાથે તૂર્કી એવા ગણતરીના દેશોમાં સામેલ થયુ છે જેની પાસે આ વિમાન બનાવવાની ટેકનિક છે. તૂર્કીના ફાઈટર જેટમાં હાલના તબક્કે અમેરિકન બનાવટના એફ-110 પ્રકારના એન્જિનનો ઉપયોગ થયો છે. આ એન્જિન અમેરિકાના બહુ ગાજેલા લોકહીડ માર્ટિન કંપનીના એફ-16 વિમાનમાં પણ વપરાય છે. હલુક ગોરગુને કહ્યુ હતુ કે, 2028 સુધીમાં અમે આ વિમાનમાં ઘર આંગણે બનેલા એન્જિનનો ઉપયોગ શરુ કરી દઈશું.
તૂર્કીએ બનાવેલા નવા વિમાનની મહત્તમ ઝડપ 2222 કિલોમીટર પ્રતિ કલાક છે. આ બે એન્જિનવાળુ વિમાન છે. નવી પેઢીના રડાર અને મિશન સિસ્ટમ સાથે વિમાનને સજજ કરાયુ છે. પાંચમી પેઢીના લડાકુ વિમાન હોવાના નાતે તેમાં સ્ટેલ્ધ ટેકનિકનો પણ ઉપયોગ કરાયો છે. જેના કારણે તેને રડાર પર પકડવુ મુશ્કેલ છે.
તૂર્કીની સફળતાથી પાકિસ્તાન ચોક્કસપણે ખુશ થયુ હશે. કારણકે તૂર્કીએ પોતાના એફ-16 વિમાનોના કાફલાને રિટાયર કરીને તેની જગ્યાએ નવા વિમાનોને સામેલ કરવાનુ નક્કી કર્યુ છે. શક્ય છે કે, તૂર્કી પોતાનુ આ લેટેસ્ટ વિમાન ભવિષ્યમાં પાકિસ્તાનને પણ ઓફર કરે.