By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ
Kinnar Acharya

છ કલાકમાં દર્દીઓ અને પરિવારજનોની FIR પણ નોંધવી જોઈએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 5:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

કોલકાતા દૂષ્કર્મ જેવો અત્યાચાર આખા દેશમાં દર્દીઓ પર પ્રતિપળ થયા કરે છે

ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે

- Advertisement -

કોલકાતામાં બનેલી ઘટના ખરેખર દુ:ખદ છે. આંચકાજનક, સ્તબ્ધ કરી દેનારી અને રડાવી દે તેવી છે. પશ્ર્ચિમ બંગાળનો આ કિસ્સો સ્પષ્ટપણે દૂષ્કર્મ, વિકૃતિનો છે. પિશાચીવૃત્તિ તેમાં દેખાઈ આવે છે. આ પાપની અત્યંત કડક સજા- ફાંસી ગુનેગારોને મળવી જોઈએ એવું લગભગ બધાં માને છે. મહિલા પર રૅપ અને હત્યા તો બહુ દૂરની વાત છે, સભ્ય સમાજમાં આંખોથી કે વાણીથી થતી બીભત્સ છેડતી પણ હરગીઝ સ્વીકાર્ય ન હોય. શુક્રવાર, તારીખ 16 ઓગસ્ટે ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલયએ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને સૂચના આપી કે, ડૉકટર અથવા નર્સિંગ સ્ટાફ પર કોઈપણ પ્રકારના જુલ્મ, હાથચાલાકી થાય તો તેની પોલીસ ફરિયાદ છ કલાકની અંદર નોંધાવવી. મંત્રાલયએ કહ્યું છે કે, તાજેતરમાં દેશભરમાં ડૉકટર્સ અને નર્સિંગ સ્ટાફ સાથે ગંભીર ઝઘડાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
આરોગ્ય મંત્રાલય પણ આકરાં પાણીએ છે અને ચારેક લાખ મેમ્બર્સ ધરાવતું સંગઠન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પણ એકદમ ક્રોધિત છે. તેઓ દેશભરમાં રેલીઓ કાઢી રહ્યાં છે, ઈમરજન્સી સિવાયની બધી જ આરોગ્ય સેવાઓ તેમણે ઠપ કરી દીધી છે. એમનો ગુસ્સો વાજબી પણ છે. કોલકાતાની ઘટના ધ્રુજાવી દે તેવી છે. કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ તો થથરી જ ઉઠે પરંતુ સંવેદનહિન મનુષ્ય ય હચમચી જાય.

પણ એક ગ્રાહક તરીકે, આરોગ્ય સેવાના ઉપભોક્તા તરીકે, મેડીક્લેઈમનું પચાસેક હજારનું પ્રીમિયમ ભરતા વીમાધારક તરીકે, પેશન્ટ તરીકે મારા મનમાં કેટલાંક સવાલો છે. આમ તો આ બધાં પ્રશ્ર્નો નિત્ય દિલ-દિમાગમાં ઉછળતાં રહે છે પરંતુ ઈંખઅની અદ્ભુત સક્રિયતા જોઈને તેનાં પર લખવાનું સૂઝ્યું.

સવાલ નંબર એક: હાલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જે હદે એક્ટિવ છે- તેટલું જ સક્રિય મેડિકલ નીગ્લિજન્સનાં કિસ્સાઓમાં શા માટે હોતું નથી? ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી નાંખવાની, એક આંખને બદલે બીજી ચીરી નાંખવાની, પેટમાં કાતર કે રૂનાં પૂમડાં રહી જવાની ઘટના દેશમાં લગભગ દરરોજ બને છે. અન્ય બ્લડ ગ્રૂપનું લોહી ચડાવી દેવાની, ડૉકટરની બેદરકારીથી સામૂહિક અંધાપો આવી જવાની ઘટનાઓ પણ અનેક વખત નોંધાઈ છે. ઇંઈંટ પોઝિટિવ પેશન્ટનું લોહી અન્ય દર્દીને ચડાવી દેવાના કિસ્સાઓ અનેક વખત નોંધાયા છે. ડૉકટર્સની અણઆવડતથી અને બેદરકારીથી અગણિત લોકો લકવાગ્રસ્ત થયા છે. આવા દુ:ખદ કિસ્સાઓનો કોઈ પાર નથી. આવી ઘટનાઓની સંખ્યા એટલી છે કે, તેનો રેકર્ડ રાખવો પણ શક્ય નથી.

- Advertisement -

આવા એકપણ કિસ્સામાં ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશનને રેલી કાઢીને પીડિતને ન્યાય અપાવવાનું યોગ્ય ન લાગ્યું? જે-તે ડૉકટર કે નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે બે કલાકની પ્રતીક હડતાલ કરવાનું પણ શું યોગ્ય ન લાગ્યું? જો આવા બનાવ વખતે આપણે એકપણ વખત ફરજ નિભાવી ન હોય તો આ વખતે હક્ક પણ ન માંગો. છેવટે આટલાં ભણતરનો ફાયદો શો? દિમાગ ડેવલપ જ ન થાય અને અંતરાત્મા જાગૃત ન થાય એવું એજ્યુકેશન મેળવવું એ પણ નિરક્ષરતા જ છે.

પ્રશ્ર્ન બીજો: ભારતમાં અન-ઍથિકલ પ્રેક્ટિસ કરનારા ડૉકટર્સની ટકાવારી કેટલી? લગભગ નેવું ટકા. ખોટાં ઓપરેશનો સજેસ્ટ કરવા, ચોક્કસ કંપનીઓની જ દવા દર્દીઓને લખી આપવી, ધરાહાર ક્ધટેન્ટ આધારિત પ્રિસ્ક્રિપ્શન ન આપવું, જેનેરિક મેડિસિન્સ અંગે દર્દીઓના દિમાગમાં ઝેર ઠાલવવું. આ બધી ગેરરીતિ શું કોઈ મહાન-વણઉકલ્યું રહસ્ય છે? મારા એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મિત્ર કહેતાં હોય છે કે, ફાર્મા કંપનીની બે-ચાર હજારની ગિફ્ટ માટે પણ અમૂક ડૉકટર્સ મરતા હોય છે. એવાં ડૉકટર્સ- જેની રોજની પ્રેક્ટિસ લાખોમાં હોય છે.

મુદ્દો ત્રીજો: અમારા જ અખબારે રાજકોટના પીડિયાટ્રિશિયન ડૉ. હિરેન મશરૂના કૌભાંડો અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ રાજકોટના અગ્રણી દૈનિકે વિગતવાર, પુરાવા સાથે આખી અહેવાલમાળા છાપી. ડૉ. મશરૂને કરોડોનો દંડ થયો. અપરાધ તેણે કબૂલ કર્યાં. એ સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ મેડિકલ કમિશને શું કર્યું? શું ડૉ. મશરૂનું લાયસન્સ રદ કરાવવા કોઈ કાર્યવાહી થઈ? કોઈ ધરણાં? કોઈ રેલી? હડતાલ? કંઈપણ? ના. કશું જ નહીં. ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન-ગુજરાતના પ્રમુખ પણ રાજકોટના જ છે. ડૉ. ભરત કાકડિયા. આ મહાશય ઊગઝ સર્જન છે- તેમની લબાડવૃત્તિનો અને બેદરકારી, બેજવાબદાર પ્રેક્ટિસનો જાત અનુભવ છે. આવા હોદ્દેદારો અન્ય ડૉકટર્સ પર કશીક પ્રતિક્રિયા આપે તો તેમનો દૂષિત અંતરાત્મા તેમને ડંખે.

ડૉ. મશરૂનો ગુનો ગંભીર હતો. એ સરકારી યોજનાનો ગેરલાભ લેવા, બાળકોને વધુ સમય એડમિટ રાખવા રિપોર્ટ સાથે ચેડાં કરતો હતો. સેંકડો બાળકોને તેણે બીમારી વગર પણ અઠવાડિયાઓ સુધી હૉસ્પિટલમાં ગોંધી રાખ્યા, બાળકોના પરિવારજનોને માનસિક, શારિરીક, આર્થિક કષ્ટ આપ્યું. શું આ ઘટનાની ઈન્ટેન્સિટી, તેની તીવ્રતા પેલી કોલકાતાની ઘટના કરતા ઓછી છે? રાજકોટના અન્ય એક પીડિયાટ્રિશિયને બાલસખા યોજનાનો ભરપૂર ગેરલાભ લીધો, શહેરની ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં ગયા વર્ષે જેટલી ડીલિવરી થઈ, તેમાંથી 97% હાઈરિસ્ક ડીલિવરી તરીકે ખપાવાઈ- જેથી સરકાર પાસેથી વધુ પૈસા ખંખેરી શકાય. મોટી હૉસ્પિટલોમાં દર્દીને લઈ જઈએ ત્યારે પહેલો સવાલ એ હોય છે કે, ‘મેડિક્લેઈમ છે?’ શા માટે, એ આપણને ખ્યાલ જ છે. દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં?

ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે. આ મુદ્દે કેટલાં કલાકમાં નાગરિકોએ એફ.આઈ.આર. નોંધાવવી જોઈએ? શું પોલીસ આવી ફરિયાદ નોંધવા તૈયાર થશે? આખો ઘાણવો દાઝી ગયો છે. સરકારથી લઈને મીડિયા, કોર્પોરેટ્સ, બ્યુરોક્રસી… બધે જ ગેરરીતિ, કૌભાંડો છે. પરંતુ ડૉકટર્સના અભિગમ, નીતિમત્તાનો સીધો સંબંધ લોકોના સ્વાસ્થ્ય સાથે અને જિંદગી સાથે છે. આ બાબતે દેશમાં જવાબદારી, જવાબદેહી નથી. કોઈ રિસ્પોન્સિબલ નથી, કોઈ આન્સરેબલ નથી. આ પણ કોલકાતા દૂષ્કર્મ કાંડ જેવી જ વિભિષિકા છે. નિત્ય, પ્રતિદિન, પ્રતિપળ આકાર લેતી મહાદૂર્ઘટના.

લખવા જેવું ઘણું છે. પરંતુ આજની છેલ્લી વાત: ગ્રાહક (દર્દી) જ્યારે પૂરેપૂરાં પૈસા કોઈ સેવા માટે ચૂકવતો હોય ત્યારે વિનય-વિવેકથી સર્વિસ પામવાનો તેમનો હક્ક છે. દર્દીઓના સગાનાં તોફાન, તોછડાંઈની વાતો અમે પોતે પણ અવારનવાર છાપીએ છીએ. પરંતુ પત્રકાર તરીકે હું સ્વીકારું છું કે, ડૉકટર અને નર્સિંગ સ્ટાફની તોછડાઈ-નફ્ફટાઈની વાતો ધરબાયેલી જ રહે છે. રોજની લાખોની પ્રેક્ટિસ કરતાં ડૉકટર્સને પણ ફૂટી ગયેલા દેશી તમંચા જેવી રિસેપ્શનિસ્ટ રાખતા મેં જોયા છે. અસ્સલ ડોકરી જેવી આ છોકરીઓ મોટાભાગે સેડિસ્ટ હોય છે, બોલવા-ચાલવાનું, વ્યવહારનું ભાન હોતું નથી. નામ નોંધનારી બાઈ મોટાભાગે કર્કશા હોય છે. નર્સિંગસ્ટાફ ભાગ્યે જ ક્યારેક માયાળુ હોય છે. ડાકટરોની ફરજ છે કે, આવી માનસિક ડોશીયુંને મેડિકલ ક્ષેત્રનું પાયાનું જ્ઞાન (સ્મીત, માયાળુ સ્વભાવ, સાર-સંભાળ વગેરે) આપે. છ કલાકમાં ફરિયાદ જેવો એક નિયમ અહીં પણ હોવો જોઈએ : નર્સિંગ સ્ટાફમાં ક્વૉલિફાઈડ લોકો જ રાખવા અને બાકીના સ્ટાફ માટે લઘુત્તમ લાયકાત: ગ્રેજ્યુએશન. ચાલો ડૉકટર મિત્રો અને નર્સિંગ સ્ટાફના દોસ્તો, એક દેશવ્યાપી આંદોલન આ બધી બાબતો માટે પણ થઈ જાય.

દરેક કોર્પોરેટ હૉસ્પિટલમાં ડૉકટર્સને સર્જરીના ટાર્ગેટ અપાય છે અને ડૉકટર્સ એ અચિવ પણ કરે છે. જરૂર ન હોય તેવી સારવાર, બિનજરૂરી ઑપરેશન્સ, જોખમી દવાઓ…. કાલા ધંધા, ગોરે લોગ. પાપનો આ કારોબાર બેધડક, સરેઆમ, વટભેર ચાલે છે. કેમ ક્યારેય ઈંખઅને આ પાપિયાઓ સામે જંગે ચડવાનું સૂઝ્યું નહીં? ભગવાન-બગવાનનાં દરજ્જા-બરજ્જાની વાત જવા દો, શહેરી વિસ્તારના નેવું ટકા ડૉકટર્સ કસાઈ જેવા બની ગયા છે અને તેઓ હૉસ્પિટલ નહીં, કતલખાના ચલાવે છે

You Might Also Like

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

TAGGED: Kolkata Doctor Murder Case
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝાલાવાડમાં કલકત્તાની ઘટનાના પડઘા પડ્યા: તમામ હૉસ્પિટલની ઓપીડી બંધ
Next Article શબ્દોનો સ્વાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

અઘોરાચાર્ય બાબા કામરાજજી અને સિદ્ધ દક્ષિણ કાલી પીઠ, હરિદ્વારનું દિવ્ય તીર્થ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
Kinnar Acharya

હાઈડ્રોજન બૉમ્બ નહીં… ફક્ત સૂરસૂરિયાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?