યે ડર હમેં અચ્છા લગા…
200 એકરનો અડ્ડો બે મિનિટમાં ખંઢેર, મરકઝમાં એરફોર્સે વિનાશ વેર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
25 મિનિટ, 9 ટાર્ગેટ અને 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો. આ જ છે ભારતના ઓપરેશન સિંદૂરનું સત્ય. પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે ઙજ્ઞઊંમાં ઘાતક એરસ્ટ્રાઇક કરી, જેમાં મુરિદકે સ્થિત લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર પણ તબાહ થઈ ગયું છે. લાહોરથી 33 કિમી દૂર આવેલું આ મુખ્યાલય મરકજ એ તૈયબાથી ઓળખાતું હતું. 200 એકરમાં ફેલાયેલું આ સેન્ટર દુનિયાના સૌથી મોટા આતંકી સેન્ટર પૈકીનું એક હતું.
મરકજનું મુખ્ય આકર્ષણ મસ્જિદ અને હાઈટેક ટાઉનશિપ છે, જેની ચારેબાજુ મદરેસા, તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ, બેંક અને ખુલ્લાં મેદાન છે. હાઈવે ટચ અને લાહોરથી નજીક હોવાથી મરકજ સ્ટ્રેટેજિક રીતે ખૂબ જ મહત્ત્વનું હતું. એટલા માટે જ એને વૈચારિક, લોજિસ્ટિક અને ઓપરેશનલ સેન્ટર માનવામાં આવતું હતું. પાકિસ્તાન અને કાશ્મીરથી ભરતી થતાં યુવાનો અહીંથી જ ખૂનખાર આતંકવાદી બનીને બહાર નીકળતા હતા. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓએ પણ આ ગઢમાં જ તાલીમ મેળવી હતી.
1980ના દાયકામાં હાફિઝ સૈઇદે ઈંજઈંની મદદ અને વિદેશી ફંડિંગથી મરકઝની સ્થાપના કરી હતી. સોવિયેત વિરોધી અફઘાન જેહાદ માટે બનાવેલો આ કેમ્પ ધીરે ધીરે ભારતવિરોધી આતંકવાદનો અડ્ડો બની ગયો. 9-11ના હુમલા પછી લશ્કર પર પ્રતિબંધ લાગ્યા બાદ મરકજને મદરેસાના રૂપમાં ફરી રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું.