સાસણ ગિરમાં ઇકોઝોન હટાવવા સભા અને ટ્રેકટર રેલી યોજી વિરોધ
જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રેહશે: પ્રવીણ રામ
- Advertisement -
ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી યોજી વનતંત્રને આવેદનપત્ર પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ઇકો ઝોનનું પ્રાથમિક જાહેરનામુ ગત તા.18 સપ્ટેમ્બરના બહાર પડયુ હતુ. ઇકો ઝોન મુદ્દે વાંધા-સુચનો રજુ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ 60 દિવસ પૂર્ણ થઇ ગયા છે. 60 દિવસ પૂર્ણ થયા બાદ પણ હજુ ગીરના ગામડાઓમાં ઇકો ઝોનનો વિરોધ યથાવત જ છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારોમાં પણ ગીર પંથકમાં ઇકો ઝોનનો વિરોધ થયો હતો. હજુ પણ ગામડાઓમાં ઇકો ઝોન રદ કરવાની માંગણી ચાલી જ રહી છે.
ઇકો ઝોનનું જાહેરનામું બહાર પડ્યુ ત્યારે વનમંત્રીએ તેમને આવકાર્યુ હતુ. ત્યારબાદ ખેડૂતો અને આગેવાનોએ અભ્યાસ કરી વિરોધનો સુર વ્યક્ત કરતા તાલાલા, વિસાવદર, ધારી, ગીરગઢડા, મેંદરડા માળીયાહાટીના પંથકમાં 60 દિવસમાં નાના-મોટા 40થી વધારે આંદોલનો અને વિરોધ કાર્યક્રમો યોજાયા છે.
- Advertisement -
ગીર પંથકમાં ઇકો ઝોનનું જાહેરનામું બહાર પડયુ છે. જયારે જાહેરનામું બહાર પાડયુ છે ત્યારે વનમંત્રી સહિતના ગીર અભયારણ્યને અને સિંહોની સુરક્ષા માટે ઇકો ઝોન ફાયદારૂપ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જાહેરનામાનો આગેવાનોએ અભ્યાસ કરી વિરોધ કરવાનું શરૂ કર્યુ હતુ. જેમાં શરૂઆત ગ્રામ્ય વિસ્તારમાંથી થઇ અને બાદમાં જિલ્લા ભાજપ બે પ્રમુખો, ભાજપના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓએ તેમની જ સરકાર સામે ઇકો ઝોન મુદે રોષ વ્યક્ત કર્યો હતો. ધીમે ધીમે ઇકો ઝોનની આગ સતત વધતી ગઇ અને ગામડે-ગામડેથી ઇકો ઝોનનો વિરોધ થવાનું શરૂ થઇ ગયુ હતુ. ઇકો ઝોનનો મોટો વિરોધ જોઇ સરકાર પણ સફાળી જાગી ગઇ અને નવ વિભાગ સહિતનાઓને મેદાનમાં ઉતારી રોષ શાંત પાડવાના અનેક પ્રયાસો શરૂ કર્યા હતા. સરકાર, વન વિભાગ, વનમંત્રી સહિતનાઓના ખેડૂતોને શાંત પાડવાના અને ઇકો ઝોનના કારણે મુશ્કેલી નહીપડે તેવા દાવાઓ સાંભળવા ગીર પંથકમાં એક જ માંગ ઉઠીરહી છે કે, કોઇપણ ભોગે ઇકો ઝોન રદ કરવામાં આવે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં ઇકોસેન્સેટીવઝોનના કાયદાનો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ થઇ રહ્યો છે. જેમાં ખેડૂતો માટે આફતરૂપ આવી રહેલ ઇકો સેન્સેટીવ ઝોનના કાયદા સામેનો લોક રોષ યથાવત જોવા મળે છે. ઇકો ઝોનનો કાયદો રદ કરવાની માંગણી સાથે આજે સાસણ ખાતે જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાના ખેડૂત ભાઇઓએ વિશાળ ટ્રેકટર રેલી યોજીહતી. જેમાં હજ્જારો ખેડૂતો જોડાયા હતા.
ઇકો સેન્સેટીવઝોનના કાયદા સામે લાંબા સમયથી લડત ચલાવનાર આપના નેતા પ્રવિણ રામની ઉપસ્થિતિમાં સાસણ ગીર અને ભાલછેલ ગીર વચ્ચે હેલીપેડ ખાતેથી ઇકોના કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેકટર રેલી નિકળી હતી. આ રેલી સાસણ ગીર ખાતે વન વિભાગની કચેરીએ પહોંચી આવેદન પત્ર અપ્યુ હતુ. જેમાં તાલાલા પંથકમાં પર્યાવર અને સિંહોનું કાયમી રખોપુ કરતા ખેડૂતો તથા ગ્રામજનો પ્રજાના આબાધિત અધિકારીઓ ઉપર તરફ મારવા ઇકો સેન્સેટીવ ઝોનનો કાળો કાયદો લગાવવાની કોઇ જરૂર નથી. છતા પણ સિંહો અને પર્યાવરણનાનામે ગ્રામ્ય વિસ્તારમાં લગાવતા પ્રસિદ્ધ કરેલ જાહેરનામું ખેડૂતો માટે હળાહળ અન્યાયરૂપ હોય તાલાલા વિસ્તારને ઇકોના કાળા કાયદાથી કાયમી મુક્ત કરવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવશે.
સાસણ ગીરમાં યોજાયેલી ટ્રેકટર રેલીમાં તાલાલ પંથકના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રેલીના આયોજકો દ્વારા તાલાલા પંથકમાં વિવિધ ગામોનો સંપર્ક કરી ઇકોઝોનના કાળા કાયદા સામેની લડતમાં જોડાયા હતા. જેમાં ખેડૂતોએ સમર્થન અપ્યુ હતુ.