ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર એક વ્યક્તિએ શાહી ફેંકી હતી. તેઓ બેંગ્લોરમાં ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. પોલીસે શાહી ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી છે.
રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા
ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. દરમિયાન એક વ્યક્તિએ તેમના પર કાળી શાહી ફેંકી હતી. સ્થાનિક ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર બંને ખેડૂત નેતાઓ સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા.
- Advertisement -
Bengaluru | No security has been provided by local police here. This has been done in collusion with the government: Bhartiya Kisan Union leader Rakesh Tikait on ink attack on him pic.twitter.com/P5Jwcontc7
— ANI (@ANI) May 30, 2022
- Advertisement -
ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ખુરશીઓ પણ ઊડી હતી અને મારામારી થઈ ગઈ હતી.
શાહી ફેંકનારની ધરપકડ
પ્રેસ કોન્ફરન્સની વચ્ચે ત્યાં હાજર લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. એક વ્યક્તિએ ખેડૂત નેતા પર શાહી ફેંકી અને ત્યાં ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. પ્રેસ કોન્ફરન્સ હોલમાં હોબાળો મચાવનારા અને રાકેશ ટિકૈત સાથે ગેરવર્તન કરનારા કેટલાક લોકોને ત્યાં હાજર પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા.
સ્ટિગ ઓપરેશન કેસમાં ખુલાસો કરવા આવ્યા હતા ટિકૈત
એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોકો ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખરના સમર્થક હોઈ શકે છે. તાજેતરમાં એક ખાનગી ચેનલે કોડીહલ્લી ચંદ્રશેખર વિરુદ્ધ એક સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંદ્રશેખર ખેડૂતોના આંદોલનના નામે પૈસા ઉઘરાવે છે, આ સ્ટિંગ ઓપરેશનમાં ચંદ્રશેખરે કથિત રીતે ખેડૂત નેતા યુદ્ધવીર સિંહનું નામ લીધું હતું. જે મામલે તેઓ સ્પષ્ટતા કરવા આવ્યા હતા.
#WATCH कर्नाटक के बेंगलुरु में एक कार्यक्रम में भारतीय किसान यूनियन के नेता राकेश टिकैत पर काली स्याही फेंकी गई। pic.twitter.com/Sjovp1NvKN
— ANI_HindiNews (@AHindinews) May 30, 2022