CM ભજનલાલે ટુંક સમયમાં જ શાનદાર કામ કર્યું : વડાપ્રધાન મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
જયપુરના JECCમાં પ્રદર્શન નીહાળતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાપડ પર હેન્ડ પ્રિન્ટિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- રાજસ્થાન રાઈજિંગ તો છે જ રિલાયબલ પણ છે. સમય સાથે પોતાને કેવી રીતે રિફાઇન કરવું તે પણ જાણે છે. રાજસ્થાન પડકારોનો સામનો કરવાનું નામ છે. રાજસ્થાન નવી તકો સર્જવાનું નામ છે. રાજસ્થાનના આ છ ફેક્ટરમાં વધુ એક નામ ઉમેરાયું છે. રાજસ્થાનની જનતાએ પ્રચંડ બહુમતી સાથે પ્રતિભાવશીલ સુધારાત્મક સરકાર બનાવી છે. ભજનલાલ અને તેમની ટીમે ખૂબ શાનદાર કામ કર્યું છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- રાજસ્થાનની વિકાસ યાત્રામાં આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે વિશ્વના દરેક રોકાણકાર અને ઉદ્યોગપતિ ભારતને લઈને ઉત્સાહિત છે. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે જે વિકાસ સાધ્યો છે તે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે. રાજસ્થાનમાં કુદરતી સંસાધનો છે. રાજસ્થાનમાં આધુનિક કનેક્ટિવિટીનું નેટવર્ક છે. સમૃદ્ધ વારસો ધરાવે છે. એક વિશાળ યુવા શક્તિ પણ છે. એટલે કે રોડથી લઈને રોડવેઝ, રેલવે સુધી, હોસ્પિટલથી લઈને હસ્તકલા સુધી, રાજસ્થાન પાસે ઘણું બધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે લગભગ 10.10 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ, હરિયાણા પ્રભારી સતીશ પુનિયા વગેરેએ અહીં સ્વાગત કર્યું હતું. જયપુરમાં મોદીએ એક્ઝિબિશન એન્ડ ક્ધવેન્શન સેન્ટર (JECC) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું . PM ઉદ્ઘાટન સત્રને પણ સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે એક્ઝિબિશન નીહાળ્યું અને કપડાં પર હેન્ડ પ્રિન્ટિંગ કર્યું. સીએમ ભજનલાલ શર્માએ પીએમને વીરતાનું પ્રતિક ચંદનના લાકડામાંથી બનેલી તલવાર ભેટમાં આપી હતી.
સીએમએ કહ્યું કે સમિટ પહેલા જ સરકારે વિવિધ કંપનીઓ સાથે 35 લાખ કરોડ રૂપિયાના ખઘઞ પર હસ્તાક્ષર કર્યા છે. રાજસ્થાન અને તેના લોકોને તેનો સીધો ફાયદો થશે.અદાણી ગ્રુપ રાજસ્થાનમાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7.5 લાખ કરોડનું રોકાણ કરશે.તેનું 50 ટકા રોકાણ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે. આમાં આપણે ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ વિકસાવીશું.અમે રાજસ્થાનમાં ચાર નવા સિમેન્ટ પ્લાન્ટ સ્થાપીશું. આ ઉપરાંત જયપુર એરપોર્ટ પર પણ વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ વર્ક કરવામાં આવશે.