પરિણીતા સાથે મૈત્રી કરાર કરનાર શખ્સ સહિત કુલ 17 વિરૂઘ્ધ સામસામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
- Advertisement -
થાનગઢ ખાતે યુવાને પરીતા સાથે મૈત્રી કરાર બાબતે પરિણીતાના પરિવાર તથા મૈત્રી કરાર કરેલ યુવાનના પરિવાર વચ્ચે માથાકુટ સર્જાઈ હતી જેમાં બંને વચ્ચે થયેલ જૂથ અથડામણ અંગે કુલ 17 ઈસમો વિરુધ સામસામે ગુન્હો નોંધાવ્યો છે. જેમાં ચોટીલાના જૂના બસસ્ટેન્ડ નજીક રહેતા જગદીશભાઈ જીવાભાઇ છસિયાની ભાણેજ વહુ સાથે થાનગઢના મહેન્દ્ર ભીમાભાઇ નામના ઇશમ દ્વારા મૈત્રી કરાર કરી લીધા હોય જે બાબતે ગત 19 મેના રોજ બપોરના સમયે જગદીશભાઈ પર મહેન્દ્રભાઈનો ફોન આવેલ અને પોતે તેઓની ભાણેજ વહુ સાથે મૈત્રી કરાર કર્યા છે જેથી થાનગઢ પોલીસ મથકે હોવાનું જણાવેલ જેથી જગદીશભાઈ સહિત અન્ય પરિવારજનો થાનગઢ પોલીસ મથકે જતા ત્યાં કોઈ હાજર નહીં હોવાથી થાનગઢ આંબેડકરનગર ખાતે જતા મહેન્દ્રભાઈ ભીમાભાઇ જયભાઈ ભીમાભાઇ, કાર્તિકભાઈ ભીમાભાઇ તથા નરેશભાઈ મંડાણભાઈ જાદવ દ્વારા હાથમાં છરી, લાકડી અને પાઇપ જેવા હથિયારો લઇ જગદીશભાઈ સહિતનાઓ પરિવારના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો.
જેમાં ભાણેજ સંજયના ગળામાંથી 36ની કિંમતનો સોનાનો ચેઇન પડી ગયેલ હોય અને જગદીશભાઈનો મોબાઇલ તોડી નાખ્યો હોય જેથી જગદીશભાઈ દ્વારા મહેન્દ્રભાઈ ભીમાભાઇ જયભાઈ ભીમાભાઇ, કાર્તિકભાઈ ભીમાભાઇ તથા નરેશભાઈ મંડાણભાઈ જાદવ વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ થાનગઢ શહેરના વીટકો પોટરી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ભીમાભાઇ જાદવ દ્વારા પરણિત મહિલા સાથે મૈત્રી કરાર કરેલ હોય જે અંગે મહેન્દ્રભાઈને પરિણીતાના સાસરી તરફથી વારંવાર ધમકી મળતી હોય જેથી મહેન્દ્રભાઈ દ્વારા થાનગઢ પોલીસ મથકે જઈ બાદમાં મૈત્રી કરાર કરેલ મહિલા સાથે પોતાના ઘરે જતા રહ્યા હતા તેવામાં સમાજના સમયે અચાનક ઘરની બહાર સાવનભાઈ જગદીશભાઈ, અંજયભાઈ મલાભાઇ, અલ્પેશભાઈ મલાભાઈ, લાલાભાઈ જીવાભાઇ, જગદીશભાઈ જીવાભાઇ, પલુબેન મલાભાઇ, ગીતાબેન જગદીશભાઈ, કિશોરભાઇ ખીમજીભાઇ, કોમલબેન કિશોરભાઇ, ગુડ્ડીબેન અલ્પેશભાઈ, ભગતભાઈ નાનજીભાઈ ખીમજીભાઇ ભીમાભાઇ દ્વારા ઘરે આવી હાથમાં ઘાતક હથિયારો વડે મહેન્દ્રભાઇ તથા તેઓના પરિવાર પર હુમલો કરવા લાગ્યા હતા.
આ હુમલાના દેકારો થતાં પાડોશી દોડી આવી મહેન્દ્રભાઈ અને તેઓના પરિવારને વધુ મારથી બચાવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મહેન્દ્રભાઈ દ્વારા તમામ હુમલાખોર વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.