‘ઓવરવેઈટ’- બાળકોનું પોશ શાળાઓમાં પ્રમાણ વધુ
ભારતમાં ડાયાબીટીક થવાની સરેરાશ આયુ હવે 40ની નજીક : ટાઈપ – ટુ ડાયાબીટીસ સમગ્ર હેલ્થ સીસ્ટમ પર અસર કરે છે
- Advertisement -
જો તમો હાથમાં વેફરનું બાઉલ અને બાજુમાં થમ્સઅપ સાથે સોફામાં 8 કપલ બેસીને ચેમ્પીયન ટ્રોફી નિહાળતા હો અને થોડી થોડી મીનીટે તમામે મોબાઈલ ચેક કરવાનું ભુલતા નહી તો સાવચેત થઈ જશે. તેઓને ડાયાબીટીસ થવાનું પુરુ જોખમ છે.
એક તરફ હવે ક્રિકેટની મોસમ શરૂ થઈ છે. આઈપીએલ આવી રહી છે અને ઓટીટી પર પણ વેકેશન સમયે અનેક હીટ-મીસના થાય તેની ચિંતામાં હાઈસ્ક્રીન ટાઈમ- ઓછામાં ઓછો શ્રમ અને સતત જંકફુડ આ તમામ તમારા શરીરમાં બ્લડ સુગર લેવલ વધારી દેશે.
ડે એન્ડ નાઈટ મેચ હવે એક વળગણ બની ગયા છે અને મોબાઈલ એક આદત તો જંકફુડ કે ફાસ્ટફૂડ જે મજા આપે છે તે સામાન્ય ભોજન રોમાંચ લાવી શકે નહી. પણ આ તમામ ડાયાબીટીસ માટે રીસ્ક ફેકટર છે. ભારત એ અગાઉ જ ડાયાબીટીસનું પાટનગર છે. અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના લોકોને આ રાજરોગ થયો હતો. હવે ભારતમાં યુવાઓ પણ ડાયાબીટીસનો શિકાર બનવા લાગ્યા છે અને તેમાં સરેરાશ ઉમર ઘટીને 40 વર્ષની થઈ ગઈ છે.
- Advertisement -
આ ડાયાબીટીક ઈન્ડીયા અને એશિયા સ્ટડી ગ્રુપનો જોઈન્ટ સર્વે છે. વિશ્વના 59 જેટલા નિષ્ણાંતોના અભિપ્રાય મેળવીને તૈયાર કરાયો હતો અને વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબીટીસમાં તે રજુ કરાયો છે. જેનો ઉદેશ તંદુરસ્ત લાઈફસ્ટાઈલ પ્રતિ લોકોને દોરવાનો છે અને અગાઉ અનેક વખત ચર્ચામાં આવી ગયા તેમ સ્કુલ, લંચ બોકસથી લઈને શાળાઓની કેન્ટીનમાં આ પ્રકારના બિન તંદુરસ્ત ખાદ્ય સામગ્રી દુર કરવાની આવશ્યકતા દર્શાવાઈ છે. સ્કુલ કેન્ટીનમાં જે તૈયાર પેકીંગમાં ઈન્સ્ટન્ટ ફુડ મળે છે તેના પર પુર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. ઉપરાંત રીફાઈન્ડ સુગર- કાર્બોહાઈડ્રેડ વાળા પદાર્થો જેમાં ચોકકસ ચોકલેટ કે સ્વીટનો પણ સમાવેશ થાય છે તેને દુર રાખવા પણ ભલામણ છે.
વાસ્તવમાં ટાઈપ-ટુ ડાયાબીટીસ હવે વહેલી ઉમરથી શરુ થઈ રહ્યો છે જે પુરી હેલ્થકેર સીસ્ટમ પર બોજો વધારે છે. હાલમાં જ અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓના કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યુ કે 12.6% બાળકોમાં ચરબીનું પ્રમાણ વધુ જણાયુ છે જે 10થી16 વર્ષથી 55 જૂથના હતા. એકંદરે જેને ‘ઓવરવેઈટ’ કહી શકાય તેવી સંખ્યા 36% રહી છે. ખાસ કરીને પોશ શાળામાં જયાં એક ચોકકસ વર્ગના લોકોના સંતાનો અભ્યાસ માટે આવે છે ત્યાં આ પ્રમાણ વધુ જોવા મળ્યુ હતું અને તે આ શાળાઓમાં ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. તે વિદ્યાર્થીઓના માતા-પિતા ખુદ ફીટ રહેવા જીમ અને ડાયેટ નિષ્ણાંતો પાસે જંગી રકમ ખર્ચે છે પણ તેમના સંતાનોની ચિંતા કરતા નથી.
આ સંકેતો અવગણશો નહી
9-13 વર્ષ વયના બાળકોનું ઓવરવેઈટ થવું.
તરૂણઅવસ્થા સમગ્ર શરીરના લાંબાગાળાના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બાળકોની આઉટડોર- રમતગમત પ્રવૃતિમાં ઓછો ચિંતાજનક
15-16 વર્ષ સુધી મોબાઈલ ઉપયોગ અનિયંત્રીત થવો.
ડાયાબીટીસ થવાની શકયતા 40થી જ શરૂ થાય છે.
ઓછી ઉંઘ- જાડાપણુ- આળસ- ભોજન પદ્ધતિ આ તમામ રીસ્ક ફેકટર છે.
જેમના માતા-પિતા ડાયાબીટીક હોય તેમના સંતાનોને શકયતા વધુ છે.
શું ન કરવું જોઈએ
ફાસ્ટફુડ અત્યંત નિયંત્રણ: પ્રોસેસ ફુડમાં પણ કાર્બોહાઈડ્રેડ (ખાંડ)નું પ્રમાણ ચકાસવુ.
ઠંડા પીણામાં સોફટ ડ્રિન્કને ટાળો: ફ્રુટ જયુસ વધારો
વધુ પડતા બેઠાડું જીવન નહી, શ્રમને કોઈને કોઈ રીતે સ્વીકારો
મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઘટાડો
ગર્ભવતી મહિલાઓએ સ્ક્રીન ટાઈમ ખૂબજ નિયંત્રીત રાખવો જોઈએ.
વાંચન વધારો- કિંડલ નહી સીધુ પુસ્તક જ પસંદ કરો.