ટી.સી.એસ., માઈક્રોસોફટ, વિપ્રો, મેટ્રીકસ, રીલાયન્સ, નીરમા ગૃપ, આઈ.આર.એમ. એનર્જી જેવી નામાંકિત કંપનીઓમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ.
રૂા. ૧ર લાખ સુધીનું વાર્ષીક પેકેજ મેળવતા વી.વી.પી.ના વિદ્યાર્થીઓ.
ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટનો સમન્વય એટલે વી.વી.પી.
- Advertisement -
૧૦૦ ટકા પ્લેસમેન્ટની પરંપરા વી.વી.પી.એ વર્ષો સુધી જાળવી રાખી છે.
કોરોના મહામારીના સમયમાં પણ વી.વી.પી.એ પ્લેસમેન્ટ ક્ષોત્રે શ્રેષ્ઠ કામગીરી બજાવી છે.
નોંધપાત્ર પ્લેસમેન્ટમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે, માઈક્રોસોફટ, વિપ્રો, નિરમા ગૃપ, રીલાયન્સ, આઈ.આર.એમ. એનર્જી, જી.એસ.ઈ.સી.એલ, સિલ્વર પમ્પસ, એમ્બિકોન ટેક હબ, નિરમા કેમિકલ્સ, સૌરાષ્ટ્ર કેમીકલ, અમોલી ઓર્ગેનિકસ, સારથી કેમીકલ્સ, એમીટી થર્મોસ્ટાર, માઈક્રોસોફટ, ઈન્ફીનીટી કોમ્પ્યુટર સોલ્યુસન, એસેન્ઝર, ગેટ ગ્રાફસ, ઈન્ફોસ્ટ્રેન્થ, તત્વસોફટ, સત્વ સોલ્યુસન્સ, સેલ્યુટ ટેકનોલોજી, મારૂતી ટેક. લેબ્સ, સીરીયમ સીસ્ટમ, ટેક મહિન્દ્રા, મેટિ્રકસ કોમસેક, ઓપન ફાઈવ બેંગલોર, વોલંસિસ, સોફટનોટિકસ, ઈન્ફોચીપ, અક્ષર કન્સ્ટ્રકશન, એચ. કે. કન્સ્ટ્રકશન, સૂરજ ઈન્ફ્રા કન્સ્ટ્રકશન, નિશાંન આર્કીટેકચર જેવી ર૮૦થી વધુ કંપનીઓમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયેલ છે.
- Advertisement -
વી.વી.પી.ના શ્રેષ્ઠ પ્લેસમેન્ટ પાછળના કારણોમાં વી.વી.પી.ની પ્રી-પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓ જેમ કે, મોક ઈન્ટરવ્યૂ, ગૃપ ડીસ્કશન, દરેક સેમેસ્ટરમાં બે વખત સેમીનાર પ્રેઝન્ટેશન, ટેકનીકલ નોલેજ ટેસ્ટ, જનરલ નોલેજ ટેસ્ટ, મેન્ટલ એપ્ટીટયૂડ ટેસ્ટ વગેરેનું નિયમિત સમયાંતરે આયોજન કરવામાં આવે છે.
વી.વી.પી. દ્વારા ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ કમિટિ ગઠિત કરવામાં આવી છે, જેમાં દરેક વિભાગના બહોળો અનુભવ ધરાવતા પ્રાધ્યાપકો, ટેકનીકલ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વી.વી.પી. દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે નિમંત્રણ પાઠવવામાં આવે છે. વી.વી.પી.ના પ્રાધ્યાપકો તથા કર્મચારીઓ વિવિધ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓની રૂબરૂ મુલાકાત લઈને પણ પ્લેસમેન્ટ માટે ભગીરથ પ્રયત્નો કરે છે.
ઈન્ડસ્ટ્રી અને ઈન્સ્ટીટયૂટ વચ્ચેની ખાઈ પુરવા વી.વી.પી. દ્વારા વિદ્યાર્થીઓ નિયમિત સમયાંતરે ઈન્ડસ્ટ્રીયલ વીઝીટ, ઈન્ડસ્ટ્રીયલ ટુર તથા ઈન્ડસ્ટ્રી વ્યાખ્યાયિત પ્રોજેકટ પણ આપવામાં આવે છે.
પ્લેસમેન્ટની સફળતા બદલ વી.વી.પી.ના આચાર્ય ડો. જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ટે્રનીંગ એન્ડ પ્લેસમેન્ટ કન્વીનર, દરેક ડીપાર્ટમેન્ટના પ્લેસમેન્ટ ઓફીસર તેમજ સમગ્ર કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પ્લેસમે ન્ટની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે વી.વી.પી.ના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ કમિટિના સભ્યો તથા તમામ વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકો તથા કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા છે.