વિજ્ઞાન ભૈરવમાં ભૈરવ પાસેથી નિરાકાર, નિર્ગુણ પરમ ત્તવનું વર્ણન સાંભળ્યા પછી ભૈરવી તેમને પૂછે છે કે પરમ અને ગૂઢ અંતર તત્વને જાણવાનો સીધો અને સરળ ઉપાય શો છે તે બતાવો?
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
ભૈરવીનો આ પ્રશ્ન ત્રણેય લોકના તમામ જીવો માટે ઉપકારક છે. વર્તમાન યુગમાં બધા લોકો કઠિન સાધના અને ઘોર તપશ્ચર્યા કરી શકતા નથી માટે એક એવો માર્ગ શોધવાની જરૂર છે કે લોકો સંસારનો ત્યાગ કર્યા વગર અને અત્યંત શ્રમયુક્ત સાધના કર્યા વગર સામાન્ય વ્યાવહારિક જીવન જીવતાં જીવતાં તે માર્ગનું અનુસરણ કરી શકે અને પરમ તત્વને પ્રાપ્ત કરી શકે. ભૈરવીનો આ જ પ્રશ્ર્ન છે.
ભૈરવીના આ અગત્યના પ્રશ્ર્નનાં ઉત્તરમાં ઈશ્ર્વરે સત્યની પ્રાપ્તિ માટે 112 જેટલી સરળ પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. આ પ્રક્રિયાઓને ધારણા કહેવામાં આવી છે. ધારણા એટલે આપણી અંદર વસેલા ઇશ્વરને ધારણ કરવાનો ઉપદેશ. વિજ્ઞાન ભૈરવમાં આવી ધારણાઓ જ આપેલી છે. આ બધી જ ધારણાઓ અતિ સુંદર અને સમજવા માટે ખૂબ જ સરળ છે. તે શિવસૂત્રની જેમ સમજવા માટે અઘરી નથી. દરેક હિંદુએ ‘વિજ્ઞાન ભૈરવ’નો અભ્યાસ કરવો જ જોઇએ.