ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકી વૈજ્ઞાનિક અને મહિલા અધિકાર કાર્યકર્તા યૂનિસ ન્યૂટન ફૂટેની આજે 204મી જન્મજયંતી છે. ગૂગલે યૂનિસ ન્યૂટન ફૂટે માટે ખાસ ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. યૂનિસ ન્યૂટન ફૂટે એક અમેરિકી વૈજ્ઞાનિક હતા, જેમણે પહેલી વખત ગ્રીન હાઉસ ઈફેક્ટ અને પૃથ્વીની જળવાયુને ગરમ કરવામાં ભૂમિકાની શોધ કરીને જળવાયુ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ.
અમેરિકી મહિલા વૈજ્ઞાનિક યૂનિસ ન્યૂટન ફૂટેનો જન્મ 1819માં કનેક્ટિકટમાં થયો હતો. તેમનું શિક્ષણ ટ્રોય ફીમેલ સેમિનરી નામની સ્કુલમાંથી થયુ. આ સ્કુલમાં વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન ક્લાસમાં ભાગ લેવા અને પ્રયોગો માટે રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરાતા હતા.
- Advertisement -
વિજ્ઞાન પ્રત્યે રસ ફૂટેમાં સ્કુલના દિવસોથી જ આવી ગઈ હતી. બાદમાં 1856માં ફૂટેએ એક પ્રયોગ કર્યો જેના કારણે આજે જળવાયુ પરિવર્તનની સમજને આકાર મળ્યો. ફૂટેના આ પ્રયોગમાં અલગ-અલગ પ્રકારની ગેસને સિલિન્ડરોમાં રાખીને અવલોકન માટે આ સિલિન્ડરોને સૂર્યના પ્રકાશમાં ઉજાગર કરવામાં આવ્યા.