મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુની રવેડી અને સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ ગીરનાર તળેટીમાં યોજાતા મહા શિવરાત્રી મેળામાં યાત્રિકોની હકડ઼ેઠઠ મેદની ગઈકાલ જોવા મળી હતી લાખોની સંખ્યમાં ભાવીકો ભવનાથ તરફ પ્રયાણ કરતા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભરડાવાવથી તમામ વાહનો પ્રવેશ બંધ કર્યો હતું જેમાં આવશ્યક સેવા અને તંત્રના ફરજ પરના સ્ટાફ અને મીડીયા કર્મી લોકોને જવા દેવામાં આવ્યા હતા.
જયારે આજે મહા શિવરાત્રીનો દિવસ છે ત્યારે વધુ લાખોની સંખ્યામાં ભાવીકો મેળામાં પધારશે જે અનુસંધાને આજે બપોરથી તમામ વાહનો મેળામાં જવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે જેમાં એસટી બસો સહીત તમામ વાહનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજે મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુની રવેડી અને સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂર થી પધારે છે અને જયારે લાખોની જનમેદની શાંતિ પૂર્ણ વાતાવરણમાં મેળો માણી શકે તેના માટે તંત્ર દ્વારા અગાઉ જાહેર કરીને આજે રસ્તો બંધ કરી દેવામાં આવશે જરૂરીયાત મુજબના વાહનો જઈ શકશે.