ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ 400 થી વધુ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવશે એવા વિશ્વાસ સાથે રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું હતું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’થી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી એવા ઐતિહાસિક કાર્યો કર્યા છે અને એવા એવા અભૂતપૂર્વનિર્ણયો લીધા છે
જેના દ્વારા આજે દરેક ભારતીયને ભારતીય હોવાનું ગૌરવ થાય, દેશના દરેક નાગરિકને દેશનો હિસ્સો હોવાનો હરખ થાય. 2014 માં ભારતમાં ભાજપની સરકાર આવ્યા બાદ ભારતીયોનું જીવનધોરણ ઉચું આવ્યું છે એટલું જ નહીં સાથોસાથ દુનિયાભરમાં ભારત અને ભારતીયોનું સન્માનધોરણ પણ ઉચું આવ્યું છે. આજે ભારત સામે કોઈ આંખ ઊંચી કરી જોઈ શકે એવી તાકાત નથી.