ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. 30થી તા. 05-06 દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કણકોટ પાટીયા, શિતલ પાર્ક, પોપટપરા, ગાંધીગ્રામ, જામનગર રોડ, તથા આજુબાજુમાંથી 17 પશુઓ, ત્રિવેણી સોસાયટી, હુડકો કવાર્ટર, શિવમપાર્ક વિગેરે વિસ્તારોમાંથી 5 પશુઓ, જડેશ્ર્વર, માનસરોવર, કોઠારીયાગામ તથા આજુબાજુમાંથી 8 પશુઓ, મોટા મૌવા, નવલનગર, અંબિકા ટાઉનશીપ તથા આજુબાજુમાંથી 15 પશુઓ, શિવમનગર, શક્તિ સોસાયટી, નરસિંહનગર તથા આજુબાજુમાંથી 8 પશુઓ, મીરાનગર, સાધુ વાસવાણી, રૈયા રોડ, ધરમનગર, માધવવાટીકા તથા આજુબાજુમાંથી 15 પશુઓ, મનહરપુર તથા આજુબાજુમાંથી 8 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 135 પશુઓ પકડવામાં આવ્યા છે.